મુંબઇઃ આજે બૉલિવૂડના ફેમસ વેટરન નિર્દેશક મહેશ ભટ્ટની આઇકોનિક ફિલ્મ 'સારાંશ'ને 36 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે નિર્દેશકે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સીનિયર એક્ટર અનુપમ ખેરની પ્રશંસા કરી હતી.
ભટ્ટે ટ્વીટર પર ફિલ્મનો એક ફોટો શેર કર્યો જેમાં ખેર પોતાના પાત્રમાં જોવા મળે છે.
'સડક' નિર્દેશકે ટ્વીટમાં લખ્યું કે, 'સારાંશ'ના 36 વર્ષ પૂર્ણ... તે માત્ર 28 વર્ષના હતા જ્યારે તેમણે આઇકોનિક સ્કૂલ ટીચરના રોલમાં ડેબ્યુ કર્યું હતું, જે પોતાના બાળકોને નિર્મમ હિંસાની વચ્ચે ગુમાવી બેસે છે.
તેમણે ટ્વીટમાં આગળ લખ્યું કે, આભાર, અનુપમ ખેર આ પ્રેરણાદાયી અને દિલને સ્પર્શી જનારી ફિલ્મને બનાવવામાં મદદ કરવા માટે...
વેટરન અભિનેતા અનુપમ ખેરની પહેલી ફિલ્મ 'સારાંશ' એ પણ તેમને શ્રેષ્ઠ અભિનેતા કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
અભિનેતાએ પણ ટ્વીટર પર મહેશ ભટ્ટનો આભાર માન્યો અને લખ્યું, 'તમારો વિશ્વાસ, ઉદારતા અને પ્રેમ માટે @MaheshNBhatt સાબ આભાર. મારી સફર આવી ન હોત જો મારી પ્રથમ ફિલ્મ ન થઈ હોત. તે મારા અને મારા જીવન બદલ્યું છે. અનુપમના # 36 વર્ષ ગર્વથી. જય હો. '
જે બાદ અનુપમે એક વીડિયો શેર કર્યો જે તેની પહેલી ફિલ્મ 'સારંશ'ના આઇકોનિક સંવાદથી શરૂ થાય છે, ત્યારબાદ તેની ઘણી યાદગાર ફિલ્મ્સની ઝલક આવે છે.