ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આઈસોલેશન વોર્ડની ચાર દિવાલો વચ્ચે બિગ બીએ તેમના પિતાને કર્યા યાદ - અમિતાભ બચ્ચન કોરોના

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ કોરોનાની સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે ત્યારે વોર્ડની ચાર દીવાલોની એકલતા વચ્ચે તેઓ તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ કરી રહ્યા છે.

આઈસોલેશન વોર્ડની ચાર દિવાલો વચ્ચે બિગ બીએ તેમના બાપુજીને કર્યા યાદ
આઈસોલેશન વોર્ડની ચાર દિવાલો વચ્ચે બિગ બીએ તેમના બાપુજીને કર્યા યાદ

By

Published : Jul 27, 2020, 2:54 PM IST

મુંબઈ: નાણાવટી હોસ્પિટલની ચાર દીવાલો વચ્ચે એકલતા અને ખાલીપાનો અનુભવ કરી રહેલા બિગ બીએ રવિવારે તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓ વાંચી તેમને યાદ કર્યા હતા.

અમિતાભે ટ્વીટર પર "હૈ અંધેરી રાત પર દિયા જલાના કબ મના હૈ" કવિતાની પંક્તિઓ વાંચતો તેમનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ તેમના પિતાની આ કવિતા વાંચવાની સાથે તેમના સંસ્મરણો વાગોળતા જોવા મળી રહ્યા છે.

બચ્ચને લખ્યું, "પિતાજીની કવિતાની કેટલીક પંક્તિઓ. તેઓ કવિ સંમેલનમાં આ રીતે ગાતા હતા. હોસ્પિટલના એકાંતમાં તેમની ખૂબ યાદ આવે છે. તેમના શબ્દો વડે જ હું આ ખાલીપો ભરું છું."

ઉપરાંત અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં પણ લખ્યું હતું કે એક પણ માણસની હાજરી વગર દિવસો સુધી વોર્ડની ચાર દીવાલો વચ્ચે એકલા રહેવું એ દર્દીની માનસિક સ્થિતિ પર અસર કરી શકે છે. એટલે આ સમયને તેઓ સિંગિંગ દ્વારા પસાર કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details