અભિનેત્રી આલિયા ભટ્ટે આ ખાસ દિવસ પર તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજનને અભિનંદન આપ્યા હતા. આલિયાએ ઈનસ્ટાગ્રામ પર આકાંક્ષા સાથેની ખુબજ સુંદર તસ્વીર શેર કરી હતી. કેપ્શનમાં લખ્યુ હતું કે "હુ હંમેશા તારી સાથે રહીશ.આજના દિવસની શુભકામના". ત્યારે આકાંશાએ પણ તેજ તસ્વીર શેર કરી જણાવ્યુ કે "'મારો પ્રેમ, મારું જીવન, મારા મિત્ર અને મારી પત્ની બધાને ફ્રેન્ડશીપ ડેની શુભકામનાઓ'
આલિયા ભટ્ટે બેસ્ટ ફ્રેન્ડ સાથે 'ફ્રેન્ટશિપ ડે'ની કરી ઉજવણી - આકાંક્ષા
મુંબઈઃ રવિવારે દુનિયા ભરના તમામ લોકોએ ઈન્ટરનેશનલ 'ફ્રેન્ડશિપ ડે' ની ઉજવણી કરી.પોતાના મિત્રો સાથેના ફોટા શેર કરી અને તેની સાથે જોડાયેલી યાદ વિષે વાત કરી. ત્યારે આપણા બોલીવુડ સ્ટાર પણ પાછા પડ્યા ન હતા.
આપને જણાવી દઈએ કે, આલીયા અને આકાંક્ષાની દોસ્તી ખુબ જુની છે.આ બન્નેને ઘણીવાર સાથે સમય વિતાવતા અને તેમના અન્ય મિત્રો સાથે બહાર જતા જોવા મળે છે.અલીયાની ફિલ્મ કારકિર્દીની વાત કરીએતો, આ હાલમાં તેમની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે.આલિયા તેમના પિતાની ફિલ્મ સડક 2 માં મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ ઉટીમાં ચાલી રહ્યુ છે.આલીયાની મહેશ ભટ્ટ સાથેની પ્રથમ ફિલ્મ છે.
ઇન્સ્ટાગ્રામ પરની ફોટો પોસ્ટ ઉપરાંત આલિયા ભટ્ટે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, આલિયા અને આકાંક્ષા રમત રમી છે, જેનું નામ છે 'હાઉ વેલ ડુ યુ નો ઇચ અધર? એટલે કે તમે એક બિજાને કેટલા સારી રીતે જાણો છો. આ વીડિયોમાં આલિયા અને આકાંક્ષા એક બીજા વિશેના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. આકાંક્ષાએ વીડિયોમાં કહ્યું હતું કે, આલિયા તેની માતા સાથે જૂઠું બોલી શકતી નથી.