- અક્ષય કુમાર 18 માર્ચના રોજ મુહૂર્ત શોટ માટે અયોધ્યા જશે
- 'રામ સેતુ' માં અક્ષય કુમાર પુરાતત્વવિદની ભૂમિકા ભજવશે
- ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા પણ હશે
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ 'રામ સેતુ' ના શૂટિંગ માટે અયોધ્યા જઈ રહ્યા છે. અભિનેતા 18 માર્ચે ફિલ્મના નિર્દેશક અભિષેક શર્મા અને ક્રિએટિવ પ્રોડ્યૂસર ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી સાથે અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં મુહૂર્ત શોટ કરવાનો વિચાર દ્વિવેદીનો હતો.
અક્ષય કુમાર 18 માર્ચના રોજ મુહૂર્ત શોટ માટે અયોધ્યા જશે
આ અંગે દ્વિવેદીએ કહ્યું, 'ભગવાન રામના જન્મસ્થળની 'રામ સેતુ' ની યાત્રા શરૂ કરતાં વધુ સારું શું હોય શકે. ઘણી વાર મારી જાતે અયોધ્યાની મુલાકાત લીધા બાદ મેં અક્ષય અને ટીમને સૂચન કર્યું કે ભગવાન રામના પવિત્ર મંદિરથી આશીર્વાદ લઈ પ્રોડ્ક્શન શેડ્યૂલ લોન્ચ કરવું જોઈએ'
મુહૂર્ત શોટ બાદ શૂટિંગ થશે શરૂ
દ્વિવેદી કહે છે, 'અમે અયોધ્યામાં અમારો મુહૂર્ત શોટ લેવા અને એક શુભ નોટ પર અમારું શૂટિંગ કરવા જવાના છીએ'