ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમારના પહેલા મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ - મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'

મુંબઈઃ બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર મ્યુઝિક વીડિયોમાં પણ ધમાલ મચાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. થોડાક જ દિવસોમાં તેમનો એક મ્યુઝિક વીડિયો રિલીઝ થવાનો છે. જેનું ફર્સ્ટ પોસ્ટર અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતું

મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'નો ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

By

Published : Nov 6, 2019, 8:57 AM IST

લાગલગાટ સુપર હીટ ફિલ્મો આપનાર અક્ષય કુમાર હવે મ્યુઝિક વીડિયોમાં ડેબ્યુ કરી રહ્યાં છે. જેનું નામ 'ફિલહાલ' છે. આ વીડિયોમાં અક્ષય કુમારની સાથે અભિનેત્રી કૃતિ સેનનની બહેન નુપુર જોવા મળશે.

મ્યુઝિક વીડિયોનું ફર્સ્ટ લૂક અક્ષયકુમારે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતું. જેમાં નુપુર અને અક્ષય કુમારની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પોસ્ટરના રિલીઝ બાદ ચાહકો આતુરતાથી મ્યુઝિક વીડિયોની રાહ જોઈ રહ્યાં છે.

આ વીડિયોને સિંગર પ્રાકના અવાજમાં તૈયાર કરાયો છે. જેમાં આ નવી જોડીની વચ્ચે લવ કેમેસ્ટ્રી દર્શાવવામાં આવી છે. નિર્દેશક અરવિંદર ખેરા હેઠળ તૈયાર થયેલાં આ ગીતમાં પંજાબી એક્ટર એમી વ્રિક પણ જોવા મળશે.

ઉલ્લેખની છે કે, અક્ષય કુમારની હાલમાં જ રિલીઝ થયેલી મલ્ટીસ્ટાર ફિલ્મ હાઉસફુલ 4ની કમાણી 100 કરોડને પાર કરી છે.

ABOUT THE AUTHOR

...view details