મુંબઇ: કોરોના વાઇરસ સંકટ દરમિયાન કામ પર પાછા કેવી રીતે આવવું તે અંગે જાગૃતિ લાવતા અક્ષય કુમારની નવી શોર્ટ ફિલ્મમાં આત્મનિર્ભર બનવાનો સંદેશ છે. ગુરુવારે અક્ષયે નવી ફિલ્મ રિલીઝ કરી છે, જે 'સ્વનિર્ભર ભારત'ની કલ્પના પર આધારિત છે.
અક્ષયે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નાનકડી ક્લિપ શેર કરી છે. જેમાં ગામના એક વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. ટૂંકી ફિલ્મની શરૂઆતમાં 'પેડમેન' અભિનેતા ચહેરાના માસ્ક પહેરીને ચાલતો જોવા મળે છે, જ્યારે ગામના સરપંચ એવા વૃદ્ધ વ્યક્તિ જ તેને અટકી જવા કહે છે. જેના જવાબમાં અભિનેતા તેમને કહે છે કે, હું કામ પર પાછો ફરી રહ્યો છે, ત્યારબાદ પૂછવામાં આવે છે કે, જો તેમને કંઈ થઈ ગયું તો. જેના જવાબમાં અભિનેતા કહે છે કે, જો તે પોતાની જાતની ખૂબ કાળજી લે તો કોરોના ઇન્ફેક્શનનું જોખમ ખૂબ ઓછું છે, જેની સાથે તે દલીલ કરે છે કે, જો તેને આકસ્મિક રીતે ચેપ લાગ્યો પણ, તે પણ હજારો લોકોની જેમ સ્વસ્થ થઈ શકે છે.