ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સેક્રેડ ગેમ્સ' બાદ નેટફ્લિક્સ પર ફરી વખત ચાલશે નવાઝનો જાદૂ, બનશે 'સીરિયસ મેન' - sacred games 2

મુંબઈઃ નેટફ્લિક્સની વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'માં પોતાની શાનદાર એક્ટિંગ માટે પહેલા જ ધણી પ્રસંશા મળી ચુકેલા અભિનેતા નવાઝુદીન સિદ્દીકી જલ્દી જ નેટફ્લિક્સની આવનારી ફિલ્મમાં ફરીથી દર્શકો પર પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

By

Published : Jun 3, 2019, 7:06 PM IST

નવાઝ નેટફ્લિક્સની આગામી ફિલ્મ 'સીરિયસ મેન'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની કહાની મનુ જોસેફની બુક 'સીરિયસ મેન' પરથી બનાવવામાં આવી છે. ફિલ્મને સુધીર મિશ્રા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ નેટફ્લિક્સની સાથે નવાઝુદ્દીન સિદ્દીકીનો બીજો પ્રોજેક્ટ છે.

નવાઝુદ્દીને એક નિવેદનમાં કહ્યું કે, “ 'સીરિયસ મેન'નો એક ભાગ બનીને અને સુધીર મિશ્રા જેવા ક્રિએટિવ માઈન્ડ સાથે કામ કરવામાં ખૂબ જ ઉત્સાહિત છું. 'સેક્રેડ ગેમ્સ' બાદ આ નેટફ્લિક્સ પર મારૂં બીજુ કામ છે.”

નવાઝે વધુમાં કહ્યું કે, “ઉમ્મીદ છે કે લોકો અય્યાસ મની (સીરિયસ મેન)ને પણ એટલો જ પ્યાર આપશે જેટલો કે તેમણે ગણેશ ગાયતોંડે (સેક્રેડ ગેમ્સ)ને આપ્યો છે. હાલ હું 'સેક્રેડ ગેમ્સ 2'ના રિલીઝ થવાની પ્રતિક્ષા ખુબ જ ઉત્સુકતાથી કરી રહ્યો છું અને આના પર દર્શકોની પ્રતિક્રિયા માટે વ્યાકુળ છું.”

'સીરિયસ મેન'ને બૉમ્બે ફેબલ્સ અને સિનેમાજ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડયૂસ કરવામાં આવશે. આ ફિલ્મની કહાની કંઈક એવી છે કે, ઝુપડપટ્ટીનો રહેવાસી એક વ્યક્તિ દુનિયાને પોતાના 10 વર્ષના દિકરાને જીનિયસ બતાવીને છેતરપિંડી કરતો હોય છે. બાદમાં તેને સમજમાં આવે છે કે, આ ખેલનો પીડિત તેમનો દિકરો જ છે.

અત્યારે નવાઝ ક્રાઈમ થ્રિલર 'સેક્રેડ ગેમ્સ'ના બીજા ભાગને રિલીઝ થવાની તૈયારીમાં વ્યસ્ત છે.

ABOUT THE AUTHOR

...view details