- અભિનેત્રી સારા અલી ખાન જોવા મળી મસ્તીના મૂડમાં
- સારાએ મિત્રો સાથે દરિયામાં જેટ સ્કીની માણી મજા
- સારા અલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન અત્યારે ફિલ્મોમાં ભલે ઓછી દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. સારા અવારનવાર પોતાના નવા ફોટો-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં સારા અલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે. આ વીડિયોમાં સારા અલી જેટ સ્કી કરીને દરિયામાં મોજ માણી રહી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે દરિયામાં જેટ સ્કીની કઈ રીતે મજા માણી રહી છે. ત્યારે સારાના આ વીડિયોને અત્યાર સુધી 12.60 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે જ સારાએ કેપ્શનમાં લખ્યું હતું કે, અમે નીકળ્યા અમારી જેટ સ્કી પર, ખારો દરિયો છે સેલ્ટી જેવો, અમે ત્રણેયનો એડવેન્ચર ટાઈમ. પૂરઝડપે ફૂંકાતા પવનમાં ઉડી રહ્યાં છીએ, પરંતુ પોતાને ફ્રી મહેસૂસ કરી રહી છું. અમે હસી રહ્યાં છીએ, ગાઈ રહ્યાં છીએ. મને લાગે છે કે, આ જીવન જીવવા અને પ્રેમ માટે જરૂરી છે અને મારા મિત્રોએ આ વધુ સરળ બનાવી દીધું છે. આ સાથે જ મોજ મસ્તી અને મજાની 100 ટકા ગેરન્ટી છે.