- કોરોનાના કહેર વચ્ચે હરિદ્વારમાં મહાકુંભ ચાલી રહ્યો છે
- અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરીને મહાકુંભ પર કરી ટિપ્પણી
- રિચાના ટ્વીટ પર લોકોએ કરી આકરી ટીકાઓ
દહેરાદૂન: દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ લહેર પહેલા કરતા વધુ જોખમી છે. કોરોનાના કહેર વચ્ચે હરિદ્વારમાં આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે. આ દરમિયાન, અભિનેત્રી રિચા ચઢ્ઢાએ એક ટ્વિટ કરીને મહાકુંભમાં એકઠા થયેલી ભીડને નિશાન બનાવ્યું છે. એક વીડિયો પર ટિપ્પણી કરતાં રિચાએ તેને મહામારીને ફેલાવવાનો કાર્યક્રમ ગણાવ્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'સૌથી વધારે ફેલાવનારો કાર્યક્રમ'.
કુંભમેળો કોરોના ફેલાવનારો કાર્યક્રમ, રિચા ચઢ્ઢાએ કર્યો કટાક્ષ આ પણ વાંચો:હરિદ્વાર કુંભઃ તકેદારીનાં તમામ પગલાં સાથે કુંભ મેળાનો આનંદ ઊઠાવી રહેલા ભાવિક ભક્તો
ગુજરાતના યાત્રાળુ કોરોના પોઝિટિવ
ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં RT-PCR ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર માહિતી સામે આવશે. ખાસ વાત તો એ છે કે, રિપોર્ટ આવે ત્યાં સુધી આ યાત્રાળુઓ ઋષિકેશ જવા રવાના થઈ ગયા છે. આ સૂચના પછી આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, શાહી સ્નાન અંગે રિચાના ટ્વીટ પર લોકો આકરી ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુ કોરોના પોઝિટિવ
72 કલાક પહેલા RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી
30 એપ્રિલ સુધી ચાલતા મહાકુંભમાં ગંગા સ્નાન કરતા ભક્તોએ કોવિડ -19નો 72 કલાક પહેલા RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. કોરોના રોગચાળાને કારણે શાસન હવે કડક છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.