વાત એમ છે કે, જ્યારે કિરણ ખેર રસ્તા પર ચાલી રહ્યાં હતા, ત્યારે અચાનક રસ્તામાં ખાડો આવ્યો અને તેઓ પોતાનું સંતુલન ગુમાવતા નીચે ગબડી પડ્યા હતા. જો કે, આ ઘટના બાદ કિરણ ખેરે મતદાન કેન્દ્રમાં જઈને મતદાન કર્યું હતું. આ સમય દરમિયાન તેમના પતિ અને એક્ટર અનુપમ ખેર પણ તેમની સાથે પહોંચ્યા હતા.
અભિનેત્રી કિરણ ખેર મતદાન આપવા જતા સંતુલન ગુમાવતા રસ્તા પર ગબડી પડ્યા...
ચંદીગઢ: કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં રવિવારની સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સવારના 12 વાગ્યા સુધી 22.30 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ચંદીગઢમાં ભાજપા ઉમેદવાર કિરણ ખેર મતદાન આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ મતદાન કરતા પહેલા જ તેઓ પોતાનું સંતુલન ગુમાવતા રસ્તા પર ગબડી પડ્યા હતા.
અભિનેત્રી કિરણ ખેર પોતાનું સંતુલન ગુમાવતા રસ્તા પર ગબડી પડ્યા
તમને જણાવી દઈએ કે, ચંદીગઢમાં કિરણ ખેર અને પવન બંસલ સહિત 34 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.