મુંબઇ: બોલિવૂડ એક્ટર મુરલી શર્માની માતા પદ્મ શર્માનું રવિવારે કાર્ડિયક એરેસ્ટના કારણે અવસાન થયું હતું, તેઓ 76 વર્ષના હતા.
માહીતી અનુસાર પદ્માએ મુંબઇ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના પિતાનું અવસાન પણ ગયા વર્ષે થયું હતું, તેઓ 84 વર્ષના હતા.બોલિવૂડમાં મુરલી શર્મા 'ગોલમાલ', 'સિંઘમ', 'મૈં હૂં ના' જેવી ઘણી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકા નિભાવી ચુક્યા છે. હાલ જ તેઓ વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ " સ્ટ્રીટ ડાન્સર 3 ડી" માં પણ જોવા મળ્યા હતા.