ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટાઈટેનિક ફેઈમ લિયોનાર્દો ડિકેપ્રિયોએ દિલ્હીના વાયુ પ્રદૂષણને અંગે ચિંતા વ્યક્ત કરી

મુંબઇ : ટાઇટેનિક સ્ટાર લિયોનાર્દો ડિકેપ્રિયોએ ભારતમાં વધી રહેલા પ્રદુષણ તથા ક્લાઇમેટ ચેન્જ પર ચિંતા જાહેર કરી છે. લિયોએ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર ફોટો શેયર કર્યા છે. લિયોનાર્દોએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દિલ્હીના ઈન્ડિયા ગેટ આગળના વિરોધ પ્રદર્શનની તસવીરો શૅર કરીને ભારત સરકારે શું પગલાં લીધા તે અંગે વાત કરી હતી.

લિયોનાર્દો ડિકેપ્રિયોએ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ ચિંતા વ્યક્ત કરી

By

Published : Nov 20, 2019, 11:37 AM IST

લિયોનાર્દોએ પોતાની પોસ્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. લિયોનાર્દોએ પોસ્ટમાં કહ્યું હતું કે ભારતમાં 15 લાખ લોકોના મોતનું કારણ પ્રદૂષણ છે. શહેરમાં વધતા પ્રદૂષણ પર તરત કાર્યવાહી કરવાની માગણી લઈને નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ આગળ 1500થી વધુ લોકો ભેગા થયા હતાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે, વાયુ પ્રદૂષણમાં ભારત પાંચમા નંબર છે. આ વિરોધ પ્રદર્શનમાં તમામ ઉંમરના લોકો સામેલ થયા હતાં.

લિયોનાર્દો ડિકેપ્રિયોએ દિલ્હીના વાયુ પ્રદૂષણને લઈ ચિંતા વ્યક્ત કરી
  • PMOએ વિરોધ પ્રદર્શનના થોડાં કલાકોની અંદર જ આ મુદ્દે ધ્યાન આપવા માટે એક વિશેષ પેનલની રચના કરી અને આ પેનલ આગામી બે અઠવાડિયામાં આ મુદ્દા પર રિપોર્ટ રજૂ કરશે.
  • ભારતની સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા સંબંધિત રાજ્ય સરકારને એક અઠવાડિયાની અંદર દિલ્હીની આસપાસના વિસ્તોરમાં પાક તથા કચરો સળગાવવાના મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવવાનું કહ્યું છે
  • કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગ્રીન ફંડનો ઉપયોગ વાયુ પ્રદૂષણ સામે લડવામાં કરવામાં આવશે
  • ભારતીય વડાપ્રધાને કૃષિ મંત્રાલયને તાત્કાલિક એવા ઉપકરણો આપવાનું કહ્યું છે, જેથી પાક સળગાવવાની જરૂર ના પડે આ વચનો બાદ પણ હવામાં હજી પણ પ્રદૂષણ છે.

લિયાનાર્દો ચાર વર્ષ પહેલાં એટલે કે 2015માં ભારત આવ્યો હતો. અહીંયા તેણે પોતાની ડોક્યુમેન્ટરી ફિલ્મ 'બિયોન્ડ ધ ફ્લડ'ના કેટલાંક હિસ્સાઓનું શૂટિંગ કર્યું હતું. આ સમય દરમિયાન સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સુનિતા નારાયણનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને તાજ મહેલની મુલાકાત લીધી હતી. લિયોનાર્દોએ પોતાના નામથી 1998માં એક ફાઉન્ડેશન બનાવ્યું હતું. આ ફાઉન્ડેશન પર્યાવરણ જાગૃતત્તા વધારવાનું કામ કરે છે. ફાઉન્ડેશનની મદદથી જે ફંડ ભેગું થાય છે, તે પર્યાવરણની સુરક્ષા પાછળ ખર્ચ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details