મુંબઇ: અભિષેક બચ્ચને પોતાની 2013 ની ફિલ્મ 'ધૂમ 3' માં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. અભિનેતા 'ધૂમ' ફ્રેન્ચાઇઝની ત્રણેય ફિલ્મોમાં સામેલ હતા.તેણે કહ્યું કે 'ધૂમ' ના ત્રીજા ભાગમાં ચોર તરીકે જોવા મળેલા આમિર ખાન સાથે કામ કરીને તેઓ ખુશ હતા.અભિષેકની ઈચ્છા છે કે આમિર તેમની આગામી ફિલ્મમાં તેમને ડાયરેક્ટ કરે.
'ધૂમ 3' માં આમિર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતા અભિષેક તેની પોસ્ટમાં લખ્યું કે, 'ધૂમ ફિલ્મ દ્વારા મને મારા જીવનમાં @_aamirkhan સાથે કામ કરવાની તક મળી અને જો મને બીજી તક મળશે તો હું તેમની સાથે અભિનય નહીં કરૂ, કારણે કે હું ઇચ્છુ છું કે તેઓ મને ડાયરેક્ટ કરે.તો આમિર, જો તમે આ વાંચી રહ્યા છો, તો કૃપા કરીને મારી વિનંતી પર ધ્યાન આપજો. અભિષેકે વધુમાં કહ્યું કે, સહ-અભિનેતા તરીકે આમિર ખૂબ ઉત્સાહી છે તેઓ ખૂબ મદદરૂપ અને સહાયક છે. હું ફક્ત કલ્પના કરી શકું છું કે તે કેટલો શાનદાર ડિરેક્ટર હશે