અજય દેવગન, માધુરી દિક્ષિત, રણદીપ હુડા જેવા સુપરસ્ટારે હિન્દી દિવસ પર પાઠવી શુભેચ્છા - અજય દેવગન
મુંબઇઃ આજના સમયમાં સોશિયલ મીડિયા અમુક સેકેન્ડ્સમાં જ જાણકારી આપતું પ્લેટફોર્મ બન્યું છે. બોલીવુડ સેલેબ્સ માટે તો આ આશીર્વાદ જેવું છે, જ્યાં તેઓ પોતાની અંગત કે, પછી કામને લગતી તમામ માહિતીઓ પોતાના ફેન્સ, ચાહકો, દોસ્તો, પરિવાર સહિત સમગ્ર દુનિયા સાથે શેર કરી શકે છે.
અજય દેવગન ,માધુરી દિક્ષિત,રણદીપ હુડા , જેવા સુપરસ્ટારે આપી હિંદી દિવસ પર શુભેચ્છા
હિન્દી દિવસના ખાસ અવસર પર કેટલાય બી-ટાઉન સેલેબ્સે દેશને હિન્દી દિવસની ખાસ શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ ફિલ્મ મેકર કરણ જોહર માતા આનંદ શીલા સાથે પોતાની વાતચીતને લઇને ઉત્સુક જોવા મળ્યા હતા. તો આવો એક નજર કરીએ બોલીવુડ સેલેબ્સના અમુક ખાસ ટ્વીટર પર. હિન્દી દિવસના ખાસ અવસર પર અજય દેવગને લખ્યું કે, 'અમે હિન્દી છીએ, વતન છે હિન્દુસ્તાન'