મુંબઈ: કાનપુરના ગેંગસ્ટાર અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની એન્કાઉન્ટરની ખબર આવ્યા પછી ફિલ્મસ્ટાર રોહિત શેટ્ટી ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
શુક્રવારે સવારે ભારે વરસાદના કારણે વિકાસ દુબેને લઇને જઇ રહેલી કાર પલટી ગઈ હતી. બાદમાં શરૂ થયેલી અથડામણમાં પોલીસે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર રોહિત શેટ્ટીનું નામ ટેન્ડ્ર થયું હતું.
રોહિત શેટ્ટી બોલિવુડના એક એવા નિર્દેશક છે જે એક્શન ફિલ્મના નિર્માણ માટે જાણીતા છે. રોહિતની ફિલ્મોમાં ઉડતી કાર, કારનું પલટવું, વિસ્ફોટ થઇ જવો આ બધું તેમના ફિલ્મોમાં ખુબ જ સામાન્ય છે. આવા દ્રશ્યો 'ગોલમાલ' ફ્રેચાઇઝી, સિંઘમ, ચેન્નઈ એક્સપ્રેસ, દિલવાલે, અને સિમ્બામાં જોઇ શકાય છે.
એક યુઝરે મજાક કરતા લખ્યુ કે, રોહિત શેટ્ટી તેમની ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરીનો યુપી પોલીસ પર કોપીરાઇટનો દોવો કરશે.