ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જેનિફર લોપેઝ પર ફોટોગ્રાફરે કર્યો 150,000 ડૉલરનો કેસ

જેનિફર લોપેઝ પર ન્યૂયોર્ક સિટીના ફોટોગ્રાફર દ્વારા સોશિયલ મીડિયા પર મંજૂરી વગર પોતાનો ફોટોગ્રાફ વાપરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફોટોગ્રાફર સ્ટીવ સેન્ડ્સનો દાવો છે કે, ગાયક અને તેની પ્રોડક્શન કંપની ન્યોરીકન પ્રોડક્શન્સએ તેમના દ્વારા લીધેલા ફોટાઓ બ્રાન્ડના પ્રમોશન માટે ઉપયોગ કર્યો છે.

jenifer
jenifer

By

Published : Apr 22, 2020, 6:55 PM IST

ન્યુયોર્ક: શહેરના ફોટોગ્રાફરે ગાયક અને અભિનેત્રી જેનિફર લોપેઝ સામે તેની પરવાનગી વિના તેમના ફોટોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર કરવા બદલ કેસ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોટોગ્રાફર સ્ટીવ સાંન્ડ્સનો દાવો છે કે ગાયક અને તેની પ્રોડક્શન કંપની ન્યોરીકન પ્રોડક્શન્સએ તેમના દ્વારા લીધેલા ફોટાઓ બ્રાન્ડના પ્રમોશન માટે ઉપયોગ કર્યો છે.

લોપેઝે આ તસવીર 23 જૂન, 2017 ના રોજ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને તેને ઉપર 650,000 થી વધુ લાઇક્સ મળ્યા હતા.

સોમવારે મેનહટન ફેડરલ કોર્ટના વકીલ રિચાર્ડ લાઇબૉટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે, 50 વર્ષીય અભિનેત્રી-ગાયિકાએ ન તો નાણા આપ્યા છે, ન તો ફોટાઓ વાપરવા માટે પરવાનગી માંગી છે.

ABOUT THE AUTHOR

...view details