વોશિંગ્ટન: ફિલ્મ નિર્માતા જો રુસોએ હોલીવૂડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સ્ટારર ફિલ્મ 'એક્સ્ટ્રેક્શન' ની સિક્વલ લખવાની ડીલને ફાઇનલ કરી નાખી છે.
હોલીવૂડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રુસોએ પ્રથમ ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ લખી હતી અને તેના ભાઈ એન્થોની સાથે મળીને તેની AGBO બેનર હેઠળ નિર્માણ કર્યું હતું.
તાજેતરની નેટફ્લિક્સ ફિલ્મ હિટ હતી. લાસ્ટ વીકએન્ડ હેમસવર્થે જાહેર કર્યું કે આ ફિલ્મ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે અને 24 એપ્રિલના રોજ રીલિઝ થઈ ત્યારથી અંદાજે 90 મિલિયન વ્યૂઝ સાથે તે સ્ટ્રીમિંગ સર્વિસની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
આ એક્શન-થ્રીલર ફિલ્મનું નિર્દેશન સેમ હારગ્રેવે કર્યું હતું, જે માર્વેલના સ્ટંટ કો-ઓર્ડીનેટર હતા, જે હવે પછીની ફિલ્મમાં પણ ફરી વાપસી શકે છે.