મુંબઈઃ ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ ડબલ્યુડબલ્યુએફ, યુએન ક્લાઇમેટ ચેન્જ, યુએનસીસીડી, યુનિસેફ, યુનેસ્કો વગેરે સાથે મળીને ઓનલાઇન મેગા-કોન્સર્ટ કરવા જઈ રહ્યાં છે. આ ઓનલાઈન કોન્સર્ટમાં 70 હજારથી વધુ લાઈવ ઓડિયન્સ હશે. આનાથી વિશ્વ આરોગ્ય સંસ્થા અને કોવિડ-19ના સંકટ માટે નાણાં એકત્ર કરવામાં મદદ મળી શકશે.
રિકી કેજ 22 એપ્રિલના રોજ કોન્સર્ટ કરશે, જે દિવસે પૃથ્વી દિવસ પણ છે. આ કોન્સર્ટમાં 6 દેશોના 44 સંગતકારો સામેલ થશે, જેમાં અન્ય પાંચ ગ્રેમી અવોર્ડ વિજેતાઓ પણ સામેલ છે. આ કોન્સર્ટ વન પેજ સ્પોટલાઈટ પર રાતે 8 કલાકે રજૂ થશે.