ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અસીમ-હિમાંશીની જોડી અરિજીત સિંહના નવા સોંગમાં જોવા મળશે - અરિજીત સિંહેના નવા સોંગનુ ટાઇટલ "દિલકો મેને દી કસમ"

"કલ્લા સોહના નૈ" "ખ્યાલ રખ્યા કર" મ્યૂઝિક વીડિયોની પ્રિય જોડી અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના સાથે તેમની પ્રિય કેમિસ્ટ્રી છે. જે ટૂંક સમયમાં જ એક નવા સોંગમાં જોવા મળશે. આ સોંગ અરિજિત સિંહે ગાયું છે અને આ સોંગનું નામ છે “દિલકો મેને દી કસમ” જેનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે.

"બિગ બોસ 13" માં કપલ આસિમ રિયાઝ અને હિંમાશી ખુરાનાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી
"બિગ બોસ 13" માં કપલ આસિમ રિયાઝ અને હિંમાશી ખુરાનાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી

By

Published : Aug 5, 2020, 5:55 PM IST

મુંબઇઃ બિગ બોસ-13ની સૌથી વધુ ચર્ચામાં રહેતી કપલ આસિમ અને રિયાઝ હિમાંશી ખુરાનાએ અરિજીત સિંઘના એક વીડિયો સોંગમાં અભિનય કર્યો છે.

અરિજીત સિંહના નવા સોંગનુ ટાઇટલ “દિલકો મેને દી કસમ” હે, જેમાં બિગ બોસ 13માં કપલ આસિમ રિયાઝ અને હિંમાશી ખુરાનાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત અમાલ મલિકે કંપોઝ કર્યુ છે.

મંગળવારે આસિમે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેક પર પહેલી પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં આસિમ ઘાયલ અવસ્થામાં પ્યાનો વગાડતો જોવા મળે છે અને હિમાંશી તેમને જોઇ રહી છે.

તેમને કેપ્શનમાં લખ્યું કે, પ્યારની સાથે બધુ જ.. અને પછી કંઇ જ નહી.. હૈશટૈગ “દિલકો મેને દી કસમ”10 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે..

એક યૂઝરે લખ્યુ કે, તેમના માટે હવે રાહ નથી જોઇ શકાતી..

એક યૂઝરે કોમેન્ટ કરી કે, વાહ, આ શાનદાર છે. કેમકે તેમાં અરિજીત સિંહે તે સોંગને ધૂન આપી છે.

ABOUT THE AUTHOR

...view details