મુંબઇ: બોલીવુડ અભિનેતા અજય દેવગને નવી ફિલ્મના જાહેરાત કરી છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીની સેના વચ્ચેના ઘર્ષણ પર અજય દેવગણ એક ફિલ્મ બનાવશે. આ ફિલ્મ ભારતના શહીદ થયેલા 20 સૈનિકોના બલિદાનની કહાની બતાવવામાં આવશે. પરંતુ હજી સુધી તેના નામ અને કાસ્ટ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અજય દેવગન તેનું પ્રોડ્યુસર કરશે અને તેમાં કિરદાર પણ નિભાનશે.
ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનશે, 20 ભારતીય શહીદ જવાનોના બલિદાનની કહાની
એક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગન લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ફિલ્મ બનાવશે. ફિલ્મમાં અથડામણમાં ચીનની સેના સાથે ઘર્ષણ દરમિયાન શહીદ થયેલા 20 જવાનોના બલિદાન કહાની હશે. ફિલ્મનું નામ અને કાસ્ટ હજી નક્કી થયા નથી.
ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનશે, 20 ભારતીય શહીદ જવાનોના બલિદાનની કહાની
ફિલ્મ ક્રિટીક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું, અજય દેવગન ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનાવશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ફિલ્મમાં ભારતીય સેનાના 20 જવાનોનું બલિદાન બતાવવામાં આવશે. ફિલ્મની કાસ્ટ હજુ સુધી નક્કી નથી થઇ.