નવી દિલ્હી: અભિનેતા ઋષિ કપૂરને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમને પ્રદૂષણને કારણે ફેફસાંમાં ચેપ લાગ્યો છે. ડૉકટરોની ટીમે તેમની સારવાર કરી રહી છે. રવિવારે ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યાં છે. જેમની સારવાર ન્યૂયોર્કમાં ચાલી રહી હતી, પંરતુ તે તાજેતરમાં જ ભારત પરત આવ્યાં છે.
ફેફસાંના ચેપને કારણે અભિનેતા ઋષિ કપૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ - New-Delhi news
ફેફસાંના ચેપને કારણે અભિનેતા ઋષિ કપૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ અંગેની જાણ થતા જ પુત્ર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતાં.
ફેફસાના ચેપને કારણે અભિનેતા ઋષિ કપૂર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ
ન્યુયોર્કમાં એક વર્ષથી સુધી કેન્સરની સારવાર કરાવી છે. જો કે, તેમની સારવાર હજુ ચાલુ છે. આવી સ્થિતિમાં, તે પહેલાથી જ શારિરીક રીતે નબળા છે. જેથી પ્રદૂષણને કારણે તે ચેપનો શિકાર બન્યા છે. ઋષિ કપૂર બીમાર થતાંની સાથે જ તેનો પુત્ર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.