ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

આત્મહત્યા કરતા પહેલા ફેસબુક પર પોસ્ટ કરી શેર, બચી ગયો જીવ

ફેસબુકે લખનૌમાં NEET ઉમેદવારની આત્મહત્યા પોસ્ટ વિશે માહિતી આપી, જેના થકી પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં અને તેનો જીવ બચાવવામાં મદદ મળી હતી. તાજેતરમાં, પ્રયાગરાજ પોલીસે એક વ્યક્તિનો જીવ બચાવ્યો જેણે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે, તે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો છે. NEET candidate suicide post, (Uttar Pradesh Police Facebook real time alerts agreement.

Etv Bharatફેસબુક પર ઝેર ખાઈને આત્મહત્યાની પોસ્ટ કરી, જાણો પછી શું થયું
Etv Bharatફેસબુક પર ઝેર ખાઈને આત્મહત્યાની પોસ્ટ કરી, જાણો પછી શું થયું

By

Published : Sep 9, 2022, 5:32 PM IST

લખનૌ:ફેસબુકે લખનૌમાં DGP હેડક્વાર્ટર (DGP Headquarters Lucknow) ખાતેના સોશિયલ મીડિયા સેન્ટર (Social Media Center UP Police) ને એક SOS મોકલ્યો છે, જેમાં લખનૌમાં NEET ઉમેદવારે ઝેરી (NEET candidate suicide post) પદાર્થ ખાઈને આત્મહત્યાકરી હોવાની માહિતી આપી હતી, જેનાથી પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં અને તેનો જીવ બચાવવામાં મદદ મળી હતી. આ ઉત્તર પ્રદેશ પોલીસ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ (Uttar Pradesh Police Facebook real time alerts agreement) વચ્ચેના કરારનો એક ભાગ હતો, જે રીયલ ટાઈમ એલર્ટ અને આત્મહત્યાના કેસોની તપાસ કરવા માટેની કાર્યવાહી દ્વારા કિંમતી જીવનને બચાવવા માટે હતો.

સોશિયલ મીડિયા પોસ્ટકરાર મુજબ, કોઈપણ વ્યક્તિ જે આત્મહત્યા કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે, સંબંધિત સાઇટ પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ આપશે અને તરત જ મદદ પૂરી પાડવામાં આવશે. એડિશનલ ડાયરેક્ટર જનરલ લો એન્ડ ઓર્ડર, પ્રશાંત કુમારએ જણાવ્યું હતું કે, આ માહિતી તરત જ લખનૌ પોલીસ કમિશનરેટને મોકલવામાં આવી હતી અને તેમને આ મામલે કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, અમે તમામ પોલીસકર્મીઓને આત્મહત્યા સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર તરત જ જવાબ આપવા અને આવા સંદેશાઓ પોસ્ટ કરનારાઓનો જીવ બચાવવા માટે નિર્દેશ આપ્યો છે. અમે તરત જ જવાબ આપી શકીએ એ માટે Facebookએ અમારી સાથે ભાગીદારી કરી છે.

રીઅલ ટાઇમ એલર્ટ : એડિશનલ સીપી (વેસ્ટ) ચિરંજીવ નાથ સિન્હા તરત જ 29 વર્ષીય વ્યક્તિના ઘરે દોડી ગયા હતા, જેમણે પોતાનું જીવન સમાપ્ત કરવાનો મેસેજ પોસ્ટ કર્યો હતો. તે વ્યક્તિએ કબૂલ્યું કે, તેણે ભૂલ કરી હતી અને ભવિષ્યમાં આવી વસ્તુનું પુનરાવર્તન નહીં કરવાનું વચન આપ્યું પણ હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ આત્મહત્યા અંગેનો મેસેજ પોસ્ટ કરે છે ત્યારે ફેસબુક યુપી પોલીસને એલર્ટ મોકલે છે. તેમણે કહ્યું કે, એલર્ટને ધ્યાનમાં લઈને પોલીસે ભૂતકાળમાં પણ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. તાજેતરમાં, પ્રયાગરાજ પોલીસે એક વ્યક્તિનો જીવ બચાવ્યો જેણે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે, તે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details