ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

જો તમે ઓનલાઈન એપના માધ્યમથી લોન લેતા હોય તો થઈ જાવ સાવધાન - લોન છેતરપિંડી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગેરકાયદેસર લોન એપ્સના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે મોટાભાગે સમાજના નબળા વર્ગોને લોન આપે છે, ઊંચા વ્યાજ દર ઓફર કરે છે અને પછી રકમ વસૂલવા માટે ડરાવવાની યુક્તિઓનો આશરો લેતા હોય છે. RBI તમામ કાયદાકીય એપ્સની વ્હાઇટ લિસ્ટ તૈયાર કરશે. RBI will prepare apps whitelist regarding illegal loan apps, rbi loan app guidelines.

Etv Bharatજો તમે ઓનલાઈન એપના માધ્યમથી લોન લેતા હોય તો થઈ જાવ સાવધાન
Etv Bharatજો તમે ઓનલાઈન એપના માધ્યમથી લોન લેતા હોય તો થઈ જાવ સાવધાન

By

Published : Sep 10, 2022, 10:31 AM IST

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંક(RBI) તમામ કાયદાકીય એપ્સ (rbi loan app guidelines) ની વ્હાઈટ લિસ્ટ તૈયાર (RBI will prepare apps whitelist regarding illegal loan apps) કરશે અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે, માત્ર આ વ્હાઈટ લિસ્ટ એપ્સ જ એપ સ્ટોર પર હોસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગેરકાનૂની લોન એપ્સ સંબંધિત મુદ્દાઓ (illegal loan apps dicided in finance ministry meeting) પર એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સરકારે લીધા કડક પગલાં :અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આરબીઆઈ ભાડે આપેલા (rented accounts) ખાતાઓ પર નજર રાખશે જેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે અને નિષ્ક્રિય બિન બેન્ક નાણાકીય સંસ્થાઓ અથવા NBFC દ્વારા દુરુપયોગ ટાળવા માટે રદ કરવામાં આવશે. આરબીઆઈ એ પણ સુનિશ્ચિત કરશે કે, પેમેન્ટ એગ્રીગેટર્સનું રજીસ્ટ્રેશન સમય મર્યાદામાં પૂર્ણ થાય અને તે પછી કોઈ અનરજિસ્ટર્ડ પેમેન્ટ એગ્રીગેટરને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

લોન એપ્લિકેશન છેતરપિંડી :કોર્પોરેટ બાબતોના મંત્રાલય (Ministry of Corporate Affairs) ને શેલ કંપની (Shell companies) ઓને ઓળખવા અને તેમના દુરુપયોગને રોકવા માટે ડી રજીસ્ટર કરવાનું કહેવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગેરકાયદેસર લોન એપ્સના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. જે મોટાભાગે સમાજના નબળા વર્ગોને લોન આપે છે, ઊંચા વ્યાજ દર ઓફર કરે છે અને પછી રકમ વસૂલવા માટે ડરાવવાની યુક્તિઓનો આશરો લે છે. તેમણે આવા એગ્રીગેટર્સ દ્વારા મની લોન્ડરિંગ, કરચોરી અને ડેટા ભંગની શક્યતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

સાયબર જાગૃતિ પગલાં : મંત્રીએ અધિકારીઓને કહ્યું કે, ગ્રાહકો, બેંક કર્મચારીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને અન્ય હિતધારકો માટે સાયબર જાગૃતિ વધારવા માટે પગલાં લેવા જોઈએ. આ બેઠકમાં નાણા સચિવ, આર્થિક બાબતોના સચિવ, બેંકિંગ સચિવ તેમજ કોર્પોરેટ અફેર્સ અને આઇટી જેવા મંત્રાલયોના સચિવોએ હાજરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details