ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

WhatsApp કોમ્યુનિટી નામનું નવું ફીચર થઈ રહ્યું છે લોંચ

WhatsApp પર WhatsApp કોમ્યુનિટી નામના નવું ફીચર લોંચ થઈ (WhatsApp new features) રહ્યું છે. જે લોકોને WhatsApp પર તેમના માટે મહત્વપૂર્ણ જૂથોમાં જોડવામાં મદદ કરશે. જેંંમાં 32 જેટલા (32 person video calling) લોકો એક સાથે ગૃપમાં ભેગા મળી વાર્તાલાપ કરી શકશે. મેટા ગુરુવારથી યુઝર્સોને WhatsApp કોમ્યુનિટી (communities on whatsapp) સુવિધા આપવાનું શરૂ કરશે. કોમ્યુનિટી ફીચરની સાથે વોટ્સએપે અન્ય ફીચર્સ પણ લોન્ચ કર્યા છે.

32 વ્યક્તિની વિડિયો કૉલિંગ શરૂ કરી રહ્યા છે: માર્ક ઝુકરબર્ગે
32 વ્યક્તિની વિડિયો કૉલિંગ શરૂ કરી રહ્યા છે: માર્ક ઝુકરબર્ગે

By

Published : Nov 5, 2022, 6:34 PM IST

નવી દિલ્હી:હાલ WhatsApp પર ઘણા બધા ભેગા મળીને વાતચિત કરવાની હોય તો ગુગલ મિટનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે પછી વ્હોટસેપ પણ 32 જેટલા (32 person video calling) યુઝર્સો ભેગા મળી એકસાથએ વાર્તા લાપ કરી શકશે. એટલુ જ નહિં પરંતુ ઈચ્છે ત્યારે તેમાંથી લોગ આઉટ પણ થઈ શકશે. આ ઉપરાંત કોમ્યુનિટીમાં યુઝર્સોની સંખ્યા પણ છુપાવવામાં આવશે. Meta CEO માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, "આજે અમે કોમ્યુનિટીઝ ઓન WhatsApp (communities on whatsapp) લોન્ચ કરી રહ્યા છીએ. તે સબ ગૃપ, મલ્ટીપલ થ્રેડ્સ, જાહેરાત ચેનલો વગેરેને સક્ષમ કરીને જૂથોને વધુ સારું બનાવે છે. બધા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે, જેથી સંદેશાઓ ખાનગી રહે.

ગ્રૂપ ચેટ:વોટ્સએપ પરના કોમ્યુનિટી ગ્રૂપ એડમિન્સને જૂથોનો કોમ્યુનિટી બનાવવાની મંજૂરી આપશે, જે સબગ્રુપ અથવા જૂથોનો સંગ્રહ હોઈ શકે છે. સમુદાયમાં ગોળાકાર કિનારીઓ સાથે એક ચોરસ આઇકન પણ હશે, જે ગ્રૂપ ચેટ આઇકનથી વિપરીત છે જે આકારમાં ગોળાકાર છે. આ સુવિધા ગ્રૂપ એડમિનિસ્ટ્રેટર્સને સમુદાયમાં સંબંધિત જૂથોને એકસાથે લાવવાની મંજૂરી આપે છે, સંદેશાવ્યવહાર અને એકસાથે વાતચીત કરવાનું સરળ બનાવે છે.

માર્ક ઝુકરબર્ગની જાહેરાત: Meta ના સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગે ગુરુવારે 32 લોકોના વિડિયો કૉલિંગ, ઇન-ચેટ પોલ અને 1024 યુઝર્સોવાળા ગૃપ (1024 લોકોના જૂથો) જેવા નવા લક્ષણોની શ્રેણી શરૂ કરી છે. કોમ્યુનિટીઝ ઓન WhatsApp ની ઘોષણા કરી જે કમ્યુનુટિઝના સાથેના જૂથો માટે મદદરૂપ બનશે. મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે, 'કમ્યુનિટીઝ ઓન વોટ્સએપ' વૈશ્વિક સ્તરે યુઝર્સો માટે રોલઆઉટ થશે અને આગામી થોડા મહિનામાં દરેક માટે ઉપલબ્ધ થશે.

વ્હોટસેપ પર નવા વિકલ્પો: આ ફીચરની મદદથી યુઝર્સ મલ્ટીપલ ગ્રુપ્સને કોમ્યુનિટીમાં જોડાવા માટે આમંત્રિત કરી શકે છે. જો જૂથના એડમિન આમંત્રણ સ્વીકારે તો જ આ જૂથોને કોમ્યુનિટીમાં ઉમેરી શકાય છે. આનાથી લોકોને સમગ્ર કોમ્યુનિટીને અપડેટ્સ મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. તે લોકોને તેમના માટે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા જૂથો ગોઠવવામાં પણ મદદ કરશે. કોમ્યુનિટી ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે એન્ડ્રોઇડ પર ચેટ્સની ટોચ પર નવા કોમ્યુનિટી ટેબ પર અને iOS પર નીચે નવા કોમ્યુનિટી ટેબ પર ટેપ કરવાની જરૂર છે. યુઝર્સો પાસે દુરુપયોગની જાણ કરવાનો, એકાઉન્ટ્સને અવરોધિત કરવાનો અને તે સમુદાયોને છોડવાનો વિકલ્પ પણ હશે. આ સાથે કોમ્યુનિટીમાં યુઝર્સોની સંખ્યા પણ છુપાવવામાં આવશે.

વીડિયો કોલિંગ: અન્ય ફીચર્સ જેમ કે ચેટ પોલ્સ, 32 વ્યક્તિ વિડિયો કોલિંગ અને વધુમાં વધુ 1024 લોકોના જૂથોનો ઉપયોગ કોઈપણ જૂથમાં થઈ શકે છે. પરંતુ તે કોમ્યુનિટી માટે ખાસ કરીને મદદરૂપ થશે. કંપની 15 દેશોમાં 50 થી વધુ સંસ્થાઓ સાથે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કોમ્યુનિટી બનાવવા માટે કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details