ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

પેટના દુખાવા તેમજ અપાચનને ન ગણવું સામાન્ય, થઇ શકે છે કેન્સર!

નવી દિલ્લી: 1 જૂન (IANS) સામાન્ય રીતે આપણે નાના દુખાવાને ગણકારતા હોતા નથી. ત્યારે ડૉકટરોનું કહેવું છે કે પેટના દુખાવાને સામાન્ય ન ગણવો જોઇએ. ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ કેન્સર ( પેટના આંતરડા અથવા પેટનું કેન્સર ) ભારતમાં થનાારા કેન્સરમાં 4માં ક્રમાંક પર છે. જેનો ભોગ ઘણાં લોકો બની ચૂક્યા છે અને બની પણ રહ્યા છે. અગાઉના વર્ષમાં GI કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે. સ્ત્રીઓની સરખામણીમાં આ કેન્સર પુરુષોને વધુ અસર કરે છે.

પેટના દુખાવા તેમજ અપાચનને ન ગણવું સામાન્ય

By

Published : Jun 1, 2019, 11:32 AM IST

ડૉકટરના કહેવા પ્રમાણે, GI કેન્સરમાં સામાન્ય રીતે શરુઆતમાં દર્દીઓમાં અસામાન્ય લક્ષ્ણ જોવા મળે છે, જેમ કે પેટનો દુખાવો, અસહજતા, વારંવાર અપચો રહેવો, મળક્રિયામાં અનિયમીતતા અનુભવી. પછી તે ધીમા ઝેરની જેમ વધતું જાય છે અને શરીરના આંતરીક અંગોને અસર કરે છે જેમ કે, મોટું આંતરડું, મુત્રાશય, અન્નળી, પાંચક ગ્રંથી જેવા અંગોને અસર કરે છે.

મેદાંતા - દ - મેડિસિટીના ઇન્સટિટ્યુટ ઑફ ડાઇજેસ્ટિવ એન્ડ હેપોટોબિલરી સાઈંસેજમાં ગૈસ્ટ્રોઇંટ્રોલૉજીના નિર્દેશક ડૉ. રાજેશ પુરીએ કહ્યું કે, " આપણે GI કેન્સરની પ્રકૃતિને સમજવા માટે તેમજ લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો બનાવવાની જરુર છે. GI કેન્સરને સ્ક્રીનીંગ, કોલોનોસ્કોપી અને એનબીઆઇ એન્ડોસ્કોપીની મદદથી ઝડપથી ઓળખાઇ શકાય છે. આ ઉપરાંત પિતાશયની થૈલીના કેન્સરને પણ ઝડપથી પકડી શકાય છે પરંતુ સામાન્ય સાધનો કે રુટીન ચેકઅપની મદદથી તે સંભવ નથી.

IGIMSમાં ગૈંસ્ટ્રોઇંટેસ્ટ્રોલૉજીના હેડ ડૉ. વી. એમ. દયાલે કહ્યું કે, GI કેન્સરના રોગની સ્થિતી અને લક્ષ્ણો અલગ અલગ હોઇ શકે છે. જેમાં ઓળખ કરવા માટે તે ક્યાં પ્રકારનું કેન્સર છે તે માટે દર્દીઓએ જલ્દી ઇલાજ કરાવવો આવશ્યક બની રહે છે. કોલનગિયોસ્કોપીની મદદથી ડૉકટર પિતાશયની થેલીને જોઇ શકે છે. એમાંથી તે શરીરમાં રહેલા પદાર્થ અને પ્રવાહીમાંથી કેન્સરની જડ સુધી પહોંચી શકે છે અને તેનો ઇલાજ શરુ કરી શકે છે. આ પ્રક્રિયામાં 1 MM જેવડા વીડિયો કેમેરાની સાથે પાતળી અને લચીલી નળીનો ઉપયોગ કરીને સાવધાનીપૂર્વક પિતાશય થેલીની અંદર નાખીને તેનું પરિક્ષણ કરે છે.

ગટ ક્લિનીક ઈલાહાબાદના ડૉ. રોહિત ગુપ્તાના અનુસાર, કોઇપણ કૈંસરના ઇલાજ કરવા માટે તેની જાણ વહેલા થઇ જાય તે જરુરી છે, જેથી તેનો ઇલાજ સારી રીતે થાય અને પરિણામ પણ સારુ મળી શકે. પરંતુ મુશ્કેલી એ જ છે કે તેની જાણ લોકોને જલ્દી થતી નથી તેની જાણ ત્યારે જ થાય છે ત્યારે તે બીજા કે ત્રીજા સ્ટેજમાં પહોંચી જાય. પરંતુ ડૉકટરોને આધુનિક ટેક્નોલોજીનો લાભ મળતો હોવાથી તેઓ સમયસર લોકોનો ઇલાજ કરી શકે છે અને કૈંસરના દર્દીને બચાવી શકે છે. જોકે સામાન્ય રીતે આધુનિક ટેક્નોલોજીનો લાભ સૌ કોઇને મળતો નથી તે દુ:ખની વાત છે.

ABOUT THE AUTHOR

...view details