- વપરાશકર્તાઓ એક સમયે ફક્ત એક જ સ્માર્ટફોન પર તેમના સંદેશાઓ એક્સેસ કરી શકે છે
- એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસ પર તમારી ચેટને સ્થાનાંતરિત કરવાનો કોઇ બીજો સરળ રસ્તો નથી
- એન્ડ્રોઇડમાં એક ઇન બિલ્ટડિવાઇસ-ટૂ-ડિવાઇસ ટ્રાન્સફર એપ છે જેને ડેટા રિસ્ટોર કહેવામાં આવે છે
સેન ફ્રાંસિસ્કો: વ્હોટ્સએપ (WHATSAPP) પોતાના યુઝર્સ માટે આઇઓએસથી એન્ડ્રોઇડ પર પોતાની ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરવા માટે નવું ફીચર લાવી રહ્યું છે. 9ટૂ5 ગૂગલ અનુસાર, ગૂગલનો 'ડેટા ટ્રાન્સફર ટૂલ' જે એક એન્ડ્રોઇડમાંથી બીજામાં અથવા આઇઓએસથી એન્ડ્રોઇડમાં ફાઇલ કોપી કરવાનું પ્રમાણભૂત સાધન છે, તમારા આઇફોનથી તમારી વ્હોટ્સએપ ચેટ્સને કોપી કરવાની રીત રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો- નવા નિયમોને લઈને વ્હોટ્સએપ પહોંચ્યું દિલ્હી હાઈકોર્ટમાં
એક જ સ્માર્ટફોનના ઉપયોગની સીમા હજુ પણ લાગુ છે
રિપોર્ટમાં જણાવાયું છે કે, વ્હોટ્સએપ(WHATSAPP) ની એક મોટી ખામી એ છે કે, વપરાશકર્તાઓ એક સમયે ફક્ત એક જ સ્માર્ટફોન પર તેમના સંદેશાઓ એક્સેસ કરી શકે છે. ત્યાં સુધી કે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા મલ્ટી ડિવાઇસ બીટા સાથે, જે તમારા ફોનના ઓફલાઇન થવા પર વ્હોટ્સએપ વેબ અને ડેસ્કટોપ એપને કામ કરવાની પરમીશન આપે છે, તેમાં એક જ સ્માર્ટફોનના ઉપયોગની સીમા હજુ પણ લાગુ છે.
એન્ડ્રોઇડમાં ડેટા રિસ્ટોર ટૂલ નામનું એક ઇન બિલ્ડ ડિવાઇસ-ટૂ-ડિવાઇસ ટ્રાન્સફર એપ છે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુર્ભાગ્યથી આનો મતલબ છે કે જો તમારી ચેટ એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને નથી, તો એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસ પર તમારી ચેટને સ્થાનાંતરિત કરવાનો કોઇ બીજો સરળ રસ્તો નથી. એન્ડ્રોઇડમાં ડેટા રિસ્ટોર ટૂલ નામનું એક ઇન બિલ્ડ ડિવાઇસ-ટૂ-ડિવાઇસ ટ્રાન્સફર એપ છે, જેનો ઉપયોગ એન્ડ્રોઇડ સેટઅપ વિઝાર્ડ દ્વારા આઇઓએસ સહિત એક ફોનથી બીજા ફોનમાં ફોટો, એપ અને ફાઇલને કોપી કરવા માટે કરવામાં આવે છે.
ડેટા રિસ્ટોર ટૂલને સંસ્કરણ 1.0.382048734માં અપડેટ મળ્યું
પ્લે સ્ટોરમાં તેના તાજેતરના લોન્ચ સાથે, ડેટા રિસ્ટોર ટૂલને સંસ્કરણ 1.0.382048734માં અપડેટ મળ્યું હતું, જે તમારી વ્હોટ્સએપ ચેટ અને હિસ્ટ્રીને આઇફોનથી એન્ડ્રોઇડ ફોન પર કોપી કરવાની તૈયારીમાં છે. વ્હોટ્સએપ(WHATSAPP) ચેટને આઇઓએસથી એન્ડ્રોઇડમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ ડેટા રિસ્ટોર ટૂલમાં ત્યાં સુધી નહી દેખાય જ્યાં સુધી વ્હોટ્સએપ નવા માઇગ્રેશન સેટિંગ્સને બરાબર રીતે લોન્ચ નહી કરે.
આ પણ વાંચો- WhatsApp પોતાની નવી પ્રાઈવર્સી પોલીસી લાગુ નહીં કરે
બીટા ટેસ્ટર્સ માટે મલ્ટી-ડિવાઇસ બીટા પ્રોગ્રામ પણ જારી કરાઇ રહ્યો છે
વ્હોટ્સએપના કેટલાક બીટા ટેસ્ટર્સ માટે મલ્ટી-ડિવાઇસ બીટા પ્રોગ્રામ પણ જારી કરાઇ રહ્યો છે. નવી સુવિધા સાથે, યૂઝર્સ મુખ્ય ફોન પર ઇન્ટરનેટ કનેક્શન વગર વ્હોટ્સએપ(WHATSAPP) વેબ, વ્હોટ્સએપ ટેસ્કટોપ અને પોર્ટલનો ઉપયોગ કરી શકે છે.