નવી દિલ્હીઃ શાઓમી કંપનીએ ભારતમાં રેડમી નોટ 9 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 11,999 રૂપિયા છે. આ ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. પેબલ ગ્રે, આર્કિર્ટક વ્હાઈટ અને એક્વા ગ્રીન. કંપનીએ રેડમી નોટ 9 ફોનને ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ સાથે બજારમાં ઉતાર્યો છે.
રેડમી નોટ 9ની કિંમતઃ
- 4GB + 64GB ના 11,999 રૂપિયા
- 4GB + 128GB ના 13,4999 રૂપિયા
- 6GB + 128GB ના 14,999 રૂપિયા
રેડમી ઈન્ડિયાએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, સ્માર્ટફોન 24 જુલાઈથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગ્રાહક કંપનીની વેબસાઈટ અથવા અન્ય પ્લેટફોર્મ પરથી ખરીદી શકશે.
Redmi Note9ના ફીચર્સઅને સ્પેસિફિકેશન
- કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે 6.53 ઈંચની ફુલ એચડી + ડોટ ડિસ્પ્લે
- એફએચડી+ 2340-1080 પિક્સલ રેઝોલ્યુશન, આસ્પેક્ટ રેશિયો 19.5:9 સનલાઈટ
- સ્ક્રીન રેશિયો સાથે 90 ટકા બોડી અને રીડિંગ મોડ
- મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર
- ફોનમાં ચાર રિયર કેમેરા હશે, 48 મેગાપિક્સલનો મેન AI કેમેરા સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરો, 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો
- 13 મેગાપિક્સલનો ઈન-ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો
- ફ્રન્ટ કેમેરા HDR, ફ્રન્ટ પેસિંગ ફ્લેશ, ફેસ રીકગ્નેશન અને સાથે અનેક AI મોડ્સ સાથે આવે છે
- 5,020mAh ની બેટરી, જે 18 વોટની ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે
- 9 વોટ મેક્સ વાયર્ડ રિવર્સ ચાર્જીંગ સપોર્ટ