ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ હવે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ - google latest features

ગૂગલ આસિસ્ટન્ટમાં ડ્રાઇવિંગ મોડ માટે ડેશબૉર્ડ લાવવા માટે વૉઇસ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરશે અને હવે અમુક એન્ડ્રોઇડ ડિવાઇસ પર પણ તેનું રેકમેન્ડેશન દેખાઇ રહ્યું છે.

ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ હવે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ
ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ હવે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ

By

Published : Oct 21, 2020, 7:24 PM IST

  • ગૂગલ મેપનું એક નવું નેવીગેશન યુઝર ઇન્ટરફેસ
  • નેવીગેશન સેટિંગ્સમાં જઇને સિલેક્ટ કરો ડ્રાઇવિંગ મોડ
  • કારને બ્લ્યુ ટૂથથી કરો કનેક્ટ

સાન ફ્રાંસિસ્કો: XDA ડેવલોપર્સે જણાવ્યું હતું કે ગૂગલ I/O 2019ના સંમેલનમાં જેની જાહેરાત થઇ હતી તે ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ આખરે એન્ડ્રોઇડ ડિવાઇસ પર દેખાવા લાગ્યું છે. આ નવું ફીચર સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઑટો એપના રિપ્લેસમેન્ટમાં કામ કરશે. હવે ડ્રાઇવિંગ મોડ ટેપ કરતા જ ગૂગલ આસિસ્ટન્ટ માટે એક નવું ડ્રાઇવિંગ મોડ સેટઅપ પેજ ખુલશે. વપરાશકર્તા પોતાના ફોનને કારમાં રહેલા બ્લ્યુટૂથ વડે કનેક્ટ કરશે પછી ડ્રાઇવિંગ મોડ ગૂગલ આસિસ્ટન્ટ પર લૉન્ચ થશે.

રિમોટકંટ્રોલ વડે સંચાલિત કાર માટે પણ આવશે નવું ફીચર

ગૂગલે 2019માં આસિસ્ટન્ટ પર એક વૉઇસ સાથેના ડ્રાઇવિંગ મોડને રોલ-આઉટ કરવાની જાહેરાત કરી હતી જે નેવિગેશન, સંદેશ, કોલિંગ અને મીડિયા માટે આઇડિયા પ્રસ્તુત કરશે. જો વપરાશકર્તાનો ફોન કાર સાથે જોડાયેલો ન હોય તો તેણે ગૂગલને કહેવું પડશે કે ગૂગલ, ચલો ડ્રાઇવ કરીએ.

ડ્રાઇવિંગ મોડ સિવાય ગૂગલે રિમોટકંટ્રોલ વડે સંચાલિત કાર માટે પણ આસિસ્ટન્ટનો ઉપયોગ થાય તેવું ફીચર વિકસાવવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details