વલસાડઃ ધરમપુર ખાતે રાજવી સમયથી બનેલી લાઇબ્રેરી આજકાલ વિદ્યાર્થીઓ માટે મહત્વની સાબિત થઇ રહી છે. ધરમપુરના રાજવી મહારાણા નારણદેવજી દ્વારા આ લાયબ્રેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો 1860 થી 1891 દરમ્યાન આ લાઇબ્રેરી રાજવીઓના હસ્તક હતી તે બાદ આ લાઇબ્રેરીનું કામકાજ નગરપાલિકા પાસે આવ્યું હતું.
જેને જુના મકાન ને તબદીલ કરી નવપલ્લિત કરતા આખરે આ લાઈબ્રેરીને હાલ નવું મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે લાઇબ્રેરીની શરૂઆત તારીખ 1/10/1886 થી શરૂ કરવામાં આવી હતી હાલમાં આ લાઇબ્રેરીમાં અતિમહત્વના કહી શકાય એવા 11 હજાર 230 જેટલા પુસ્તકો હાજર છે. જેમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના વાચકોને ભૂખને સંતોષે તેવા અતિ મહત્વના પુસ્તકો આ લાઇબ્રેરીમાં મોજુદ છે. અહીં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સ્થાનિક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વાંસદા અને ધરમપુર જેવા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની સાબિત થઇ રહી છે.