ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

સુરતમાં સામાન્ય બોલાચાલીએ એકનો જીવ લીધો

લાલ ગેટ વિસ્તારમાં મોડી રાત્રીના સમયે સામાન્ય બોલાચાલી બાદ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. જો કે, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે આરોપીઓના કોરોના રિપોર્ટ આવ્યા બાદ બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવશે.

ETV BHARAT
સુરતમાં સામાન્ય બોલાચાલીએ એકનો જીવ લીધો

By

Published : Jul 13, 2020, 6:20 PM IST

સુરત: શહેરના સૈયદપુરા સ્થિત માછીવાડ વિસ્તારમાં રવિવારે રાત્રીના 12:30 વાગ્યે હત્યાની ઘટના બની હતી. અજ્જુ ઉર્ફે લાલુ અને માનવ પરમાર નામના 2 મિત્રો ઘર નજીક રહેલા બાંકડા પર રાત્રીના સમયે બેઠા હતા. આ દરમિયાન ત્યાંથી મોટર સાયકલ પર પસાર થતા પ્રકાશ ઢોળીયા અને ભાવેશ પાટીલની આ બન્ને મિત્રો સાથે બોલાચાલ થઈ હતી. જે બાદ પ્રકાશ અને ભાવેશે બન્ને મિત્રો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં અજ્જુ ઉર્ફે લાલુનું મોત થયું હતું.

સુરતમાં સામાન્ય બોલાચાલીએ એકનો જીવ લીધો

ઘટના બાદ હત્યારા ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત માનવ પરમારને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારઓને ઝડપી પાડ્યા હતા.

આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનના SPએ જણાવ્યું કે, કોવિડ-19ની ગાઈડલાઇન મુજબ આરોપીઓના કોરોના રિપોર્ટ આવ્યા બાદ બન્ને આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.

આરોપીઓ અગાઉ પણ કતારગામ પોલીસ ચોપડે નોંધાયેલ ગુનામાં ઝડપાઈ ચૂક્યા હોવાની માહિતી પોલીસને મળી છે. જેથી લાલગેટ પોલીસ દ્વારા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ તપાસવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details