દિલ્હીઃ અફઘાનિસ્તાનના કાબુલમાં ક્રિકેટ સ્ટેડિયમમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ (Suicide bombing at Kabul Stadium) થયો છે. બ્લાસ્ટ સમયે સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાઈ રહી હતી. સ્ટેડિયમ દર્શકોથી ભરચક હતું. આ ઘટના કાબુલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Kabul Stadium in Afghanistan ) ખાતે પામીર જાલ્મી અને બેન્ડ-એ-અમીર ડ્રેગન વચ્ચે શાપેઝા ક્રિકેટ લીગની 22મી લીગ મેચ દરમિયાન બની હતી. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના અલોકોજે કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Suicide bombing ) થયેલા બોમ્બ બ્લાસ્ટથી ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારે 29 જુલાઈના રોજ કાબુલમાં શાપેઝા ક્રિકેટ લીગ મેચ દરમિયાન સ્ટેન્ડમાં દર્શકો વચ્ચે બોમ્બ વિસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો:બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ધમાકેદાર શરૂઆત...જૂઓ તસ્વીરો...
કાબુલમાં આત્મઘાતી વિસ્ફોટ: તાજેતરના અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાન પ્રીમિયર T20 ટૂર્નામેન્ટ (T20 match at Kabul Stadium ) દરમિયાન કાબુલમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. બંને તરફથી ખેલાડીઓને બંકરની અંદર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે હુમલો થયો ત્યારે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર હતા.