નવી દિલ્હીઃટ્વિટર કંપનીના નવા CEO તરીકે લિન્ડા યાકારિનોના નામ પર સત્તાવાર રીતે મહોર લગાવવામાં આવી છે. એલોન મસ્કે શુક્રવારે, તારીખ 12 મેના રોજ ટ્વિટ કર્યું, 'હું ટ્વિટરના નવા CEO તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહી છું. લિન્ડાનું મુખ્ય ધ્યાન બિઝનેસના સંચાલન પર રહેશે, જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી પર ધ્યાન આપીશ. પ્લેટફોર્મને તમામ બાબતોની એપ્લિકેશન 'X'માં પરિવર્તિત કરવા માટે લિન્ડા યાકેરિનો સાથે કામ કરવા માટે આતુર છીએ.
મોટા પડકારોઃલિન્ડા યાકારિનો ટ્વિટરની કંપનીની સાતમી સીઈઓ બની રહી છે. તે એવા સમયે ટ્વિટરના સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળી રહી છે. આ વાત જ્યારે સામે આવી ત્યારે ટ્વિટર કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. આવી સ્થિતિમાં ટ્વિટરને લઈને લિન્ડા સામે ઘણા પડકારો હશે. લિન્ડા ટ્વિટરમાં બિઝનેસ ઓપરેટ કરશે, અર્થ એવો લેવામાં આવી રહ્યો છે કે, ભલે લિન્ડાને ટ્વિટરની બોસ બનાવવામાં આવી હોય, પરંતુ ઇલોન મસ્ક હંમેશા તેના પર બોસ રહેશે. એટલે કોઈ સ્વતંત્રતા મામલે તે કાર્યશૈલી બદલવા સક્ષમ હશે પણ અંતિમ નિર્ણયો બોસ મસ્ક પાસે રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો, લિન્ડાને અગાઉના CEO જેટલી સ્વતંત્રતા નહીં મળે. લિન્ડા જૂના જાહેરાતકર્તાઓને પાછા લાવવા, નવા જાહેરાતકર્તાઓને ઉમેરવા અને ખર્ચમાં ઘટાડો રાખીને કંપનીને નફાકારક બનાવવાના બીજા પડકારનો પણ સામનો કરશે.