ન્યૂયોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સિવિલ ફ્રોડ કેસમાં જુબાની આપે તેવી શક્યતા છે. આ એક એવો કેસ છે જે, ન્યૂયોર્કમાં તેના બિઝનેસ સામ્રાજ્યનું ભાવિ નક્કી કરી શકે છે. ન્યુયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ દ્વારા લાવવામાં આવેલા આ કેસમાં 250 મિલિયન યુએસ ડોલર વળતરની માંગ કરવામાં આવી છે, તેની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિને આ પ્રાંતમાં વેપાર કરવાથી પણ રોકવામાં આવ્યાં છે.
શું છે મામલો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેમ્સે આરોપ લગાવ્યો છે કે, ટ્રમ્પ અને તેના સહ-પ્રતિવાદીઓએ વારંવાર વ્યાપારી રિયલ એસ્ટેટ લોન અને વીમા પોલિસી પર વધુ સારી શરતો મેળવવા માટે નાણાકીય વ્યવહાર પર સંપત્તિ વધારીને વાંરવાર છેતરપિંડી કરી હતી. જો કે, તેમાં કોઈ ફોજદારી આરોપો સામેલ નથી. આ આરોપોને કારણે પૂર્વ રાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા અને ઘણા દિવસો સુધી ટ્રાયલમાં હાજરી આપી અને તેને રાજકીય મેલીવિદ્યા ગણાવી.
ટ્રમ્પ પર આરોપ: ગયા મહિને ટ્રાયલ શરૂ થાય તે પહેલાં, જજ આર્થર એન્ગોરોને પહેલેથી જ ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ અને તેમના પુખ્ત પુત્રો સહિત તેમના સહ-પ્રતિવાદીઓ સતત અને વારંવારની છેતરપિંડી માટે જવાબદાર છે. હવે ન્યાયાધીશ વિચારણા કરી રહ્યા છે કે ટ્રમ્પે કપટપૂર્ણ બિઝનેસ પ્રેક્ટિસ દ્વારા કથિત રીતે કરેલા નફા માટે કેટલું નુકસાન ચૂકવવું જોઈએ.
ટ્રમ્પનો પ્રત્યારોપ: એટર્ની જનરલનું કાર્યાલય અન્ય છ દાવાઓને પણ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં વેપાર રેકોર્ડને ખોટા સાબિત કરવા, વેપાર રેકોર્ડને ખોટા સાબીત કરવાનું ષડયંત્ર, ખોટો નાણાકીય વ્યવહાર જાહેર કરવો, વ્યવસાયના ખોટા રેકોર્ડ્સ બનાવવાનું કાવતરું કરવુ, વીમા છેતરપિંડી અને વીમા છેતરપિંડી કરવાનું કાવતરું શામેલ છે.બીજી તરફ ટ્રમ્પે પોતાના વિરુદ્ધ કેસ લાવવા માટે જેમ્સ પર સતત પ્રહારો કર્યા છે. તેમણે ન્યાયાધીશ પર પક્ષપાતી હોવા બદલ પ્રહારો કર્યા છે, તેમણે કાયદાના કારકુન પર પણ પક્ષપાતી હોવા બદલ પ્રહારો કર્યા છે.
ટ્રમ્પની બિઝનેસ ટાયકૂનની છબી દાવ પર: સિવિલ કેસ ટ્રમ્પ માટે મહત્વપૂર્ણ છે કારણ કે, તે અબજોપતિ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ તરીકેના તેમના વ્યક્તિત્વ પર પ્રહાર કરે છે. ખાસ કરીને ન્યૂયોર્કના એટર્ની જનરલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર લાખો ડોલર બચાવવા માટે પોતાની નેટવર્થ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. આ કેસમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન માટે પણ વાસ્તવિક પરિણામો છે, કારણ કે જેમ્સ ટ્રમ્પને રાજ્યમાં કારોબાર કરતા અટકાવવા અને તેમની કંપનીઓને વિસર્જન કરવા માંગ કરી રહ્યાં છે. એટર્ની જનરલે ટ્રમ્પ, તેમના બે પુખ્ત પુત્રો, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન અને કંપનીના કેટલાક અધિકારીઓ પર વાણિજ્યિક રિયલ એસ્ટેટ લોન અને વીમા પોલિસી પર વધુ સારી શરતો મેળવવા માટે ટ્રમ્પની નેટવર્થમાં 3.6 બિલિયનનો વધારો કરવાનો આરોપ મૂક્યો છે.
- ટ્રમ્પ વોલ બની મોતની દિવાલ, USમાં ગેરકાયદેસર ઘૂસવા જતાં ગુજરાતી પરિવાર વિખેરાયો
- US હિંસાઃ સંસદમાં ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, એક મહિલાનું મોત