ગુજરાત

gujarat

ETV Bharat / international

Justin Trudeau accuses Russia : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હવે રશિયાને નિશાને લીધું, પુતિનને કહ્યું તરત સેના પરત ખેંચો - ટ્રુડોએ રશિયાને નિશાને લીધું

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ રશિયા પર ઊર્જા અને ખોરાકને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે યુક્રેનમાં જે થઈ રહ્યું છે તે અમે ન થવા દઈ શકીએ. કારણ કે જો આપણે મૂલ્યો માટે લડીશું નહીં, તો માત્ર યુક્રેન અથવા તો યુરોપને જ નુકસાન થશે એવું નથી, આપણને બધાંને નુકસાન થશે.

Justin Trudeau accuses Russia : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હવે રશિયાને નિશાને લીધું, પુતિનને કહ્યું તરત સેના પરત ખેંચો
Justin Trudeau accuses Russia : કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હવે રશિયાને નિશાને લીધું, પુતિનને કહ્યું તરત સેના પરત ખેંચો

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 2:40 PM IST

ન્યૂ યોર્ક : ભારત પર નિવેદન આપીને વિવાદોમાં ફસાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે રશિયા પર વાક્ પ્રહાર કર્યો છે. તેમણે બુધવારે રશિયા પર ઊર્જા અને ખોરાકને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વના દેશોએ યુક્રેનને સમર્થન આપવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે તમામ દેશોએ સાથે મળીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

યુક્રેનને સમર્થન ચૂંટણી મુદ્દો નથી : ટ્રુડો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી )ની બેઠકમાં યુક્રેન સંદર્ભે બોલી રહ્યા હતાં. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે રશિયા ઊર્જા અને ખોરાકને હથિયાર બનાવી રહ્યું છે. જેના કારણે લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કેનેડા સૌથી સંવેદનશીલ લોકોની પડખે છે. તેમણે કહ્યું કે તે ચૂંટણીનો મુદ્દો નથી કે આપણે યુક્રેનને સમર્થન આપવું જોઈએ કે એસડીજી અને વૈશ્વિક વિકાસને પસંદ કરીએ.

યુક્રેનમાંથી સેના પરત ખેંચે રશિયા : ટ્રુડોએ કહ્યું કે આ સમયે અમારી પાસે એક જ વિકલ્પ છે અને તે છે બંનેને સાથે રાખવા. જે અમે એકતા અને નાણાકીય પ્રતિબદ્ધતા સાથે કરી રહ્યા છીએ. યુએનએસસીની બેઠકમાં ટ્રુડોએ રશિયાને પણ અપીલ કરી હતી. તેણે રશિયાને કહ્યું કે તેણે તરત જ યુક્રેનમાંથી પોતાની સેના હટાવી લેવી જોઈએ. તેમણે કહ્યું કે યુએનએસસી કાયદા યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરે છે. તેમણે કહ્યું કે યુક્રેનિયન 'શાંતિ સૂત્ર'ના મુખ્ય સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય કાયદામાં સમાવિષ્ટ છે જેનું રશિયાએ પાલન કરવું જોઈએ.

આ હુમલો ફક્ત યુક્રેન પર નથી પણ આપણો સહિયારો સંઘર્ષ : ટ્રુડોએ યુક્રેનના યુદ્ધને યુએનએસસીના સભ્ય દેશોની સાથેની લડાઈ ગણાવી હતી. તેમણે કહ્યું કે રશિયાએ માત્ર યુક્રેન પર હુમલો કર્યો નથી. આ આપણો સહિયારો સંઘર્ષ છે. તેમણે કહ્યું કે આમાં કોઈ શંકા ન હોઈ શકે. તેમણે કહ્યું કે, કેનેડા રશિયાને કોઈપણ શરત વિના તરત જ સૈનિકોને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવા અનુરોધ કરે છે.

યુક્રેનમાં આવી જોઇએ શાંતિ: તેમણે કહ્યું કે યુક્રેનમાં શાંતિ હોવી જોઈએ. એવી શાંતિ જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરને માન આપે છે. જે આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત છે અને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરે છે. યુક્રેનમાં એવી શાંતિ હોવી જોઈએ જે આપણી માનવતા અને તેના મૂલ્યોને અનુરૂપ હોય. આંખો બંધ કરવાથી જે શાંતિ મળે છે તે ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે એવી શાંતિ હોવી જોઈએ જે તથ્યો અને નિયમોના આદર પર આધારિત હોય.

યુદ્ધમાં થયેલાં મોત માટે રશિયા જવાબદાર : તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. તેમણે કહ્યું કે પુતિને યુક્રેનની સંપ્રભુતા અને અખંડિતતા પર હુમલો કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં થયેલા મૃત્યુ માટે જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે તેને રોકવા માટે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને યુદ્ધને સરળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના વિશ્વને યુદ્ધના સંકટમાંથી બચાવવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે સો ટકા સ્પષ્ટ છે કે લોકો યુદ્ધમાં ફસાયા છે.

યુક્રેનમાં યૌન હિંસા અને અકાળે મોતના શિકાર : સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય ટ્રુડોએ પોતાના સંબોધનમાં કહ્યું કે રશિયાએ ગેરકાયદે યુદ્ધ શરૂ કર્યું હતું અને તે હજુ પણ ચાલુ છે. આ યુદ્ધને કારણે યુક્રેનના લોકો તેમના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે કહ્યું કે રશિયા પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે તેના વીટો પાવરનો ઉપયોગ કરી રહ્યું છે. આ સંયુક્ત રાષ્ટ્રનું અપમાન છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં સામાન્ય નાગરિકો સામે યૌન હિંસા થઈ રહી છે અને તેઓ અકાળ મૃત્યુનો શિકાર બની રહ્યા છે. આે રોકવાની આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે આપણે એવી દુનિયા ન બનાવી શકીએ જેમાં સત્તા ' યોગ્યતાનો માપદંડ બની જાય. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે સરહદોનો કેટલુંક મહત્ત્વ છે, ભલે પછી પડોશી પાસે મોટી સેના હોય.

  1. Canada Visa Service Suspend: ભારતે કેનેડાના લોકો માટે વિઝા અરજી પર મુક્યો પ્રતિબંધ
  2. Sukha Duneke Murdered: ખાલિસ્તાની આતંકવાદી સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનુકે કેનેડામાં માર્યો ગયો
  3. India Hits Canada Again: ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, કેનેડામાં રહેતા ભારતીયોને કર્યા સાવધ

ABOUT THE AUTHOR

...view details