ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વની સૌથી મોટી હિમશીલા એન્ટાર્કટિકાની સરહદથી સરકી, બ્રિટિશ જહાજનું નસીબદાર એન્કાઉન્ટર - એન્ટાર્કટિક ઇકોસિસ્ટમ

વિશ્વની સૌથી મોટી હિમશીલા તાજેતરના મહિનાઓમાં પવન અને સમુદ્રી પ્રવાહોના કારણે દક્ષિણ મહાસાગરમાં આગળ વધવા લાગી હતી. બ્રિટનના ધ્રુવીય સંશોધન જહાજ RRS સર ડેવિડ એટનબોરોગનું વિશાળ હિલશીલા સાથે એન્કાઉન્ટર થયું હતું. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેએ જણાવ્યું હતું કે, હિમશીલાની આસપાસ દરિયાઈ પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.

વિશ્વની સૌથી મોટી હિમશીલા
વિશ્વની સૌથી મોટી હિમશીલા

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 11:12 AM IST

લંડન :બ્રિટનના ધ્રુવીય સંશોધન જહાજે વિશ્વની સૌથી મોટી હિમશીલા સાથેના માર્ગ પાર કર્યા છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેએ જણાવ્યું હતું કે, આ એક નસીબદાર એન્કાઉન્ટર હતું જેણે વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકાની સરહદમાંથી સરકી ગયેલા હિમશીલાની આસપાસના સમુદ્રના પાણીના નમૂનાઓ એકત્રિત કરવામાં ચાન્સ આપ્યો હતો.

વિશ્વની સૌથી મોટી હિમશીલા : બ્રિટિશ જહાજ RRS સર ડેવિડ એટનબોરોગ તેના પ્રથમ વૈજ્ઞાનિક મિશન માટે એન્ટાર્કટિકાના માર્ગે છે. તેણે શુક્રવારે એન્ટાર્કટિક દ્વીપકલ્પની ટોચ નજીક A23a તરીકે ઓળખાતા વિશાળ આઇસબર્ગને પસાર કર્યો હતો. 1986 માં એન્ટાર્કટિકના ફિલચનર આઇસ શેલ્ફમાંથી વિભાજીત થયા બાદ આઇસબર્ગને વેડેલ સમુદ્રમાં ત્રણ દાયકાથી વધુ સમય માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યો હતો. આ હિમશીલા ન્યૂયોર્ક સિટી કરતા ત્રણ ગણા અને લંડન કરતા બમણા કદની હોવાનું અનુમાન છે.

હિમશીલા એન્ટાર્કટિકાની સરહદથી સરકી :હિમશીલાએ તાજેતરના મહિનાઓમાં સરકવાનું શરૂ કર્યું હતું. હવે પવન અને સમુદ્રી પ્રવાહોના કારણે દક્ષિણ મહાસાગરમાં ખસી ગઈ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હવે હિમશીલા દક્ષિણ જ્યોર્જિયાના પેટા એન્ટાર્કટિક ટાપુ તરફ સરકવાનો માર્ગ છે. સંશોધન જહાજમાં સવાર મુખ્ય વૈજ્ઞાનિક એન્ડ્રુ મેઇજર્સે જણાવ્યું હતું કે, અમે અદ્ભુત રીતે નસીબદાર છીએ કે વેડેલ સમુદ્રમાંથી હિમશીલાનો માર્ગ સીધો જ અમારા આયોજિત માર્ગ પર બેસી ગયો. આ તકનો લાભ લેવા માટે અમારી પાસે યોગ્ય ટીમ હતી.

બ્રિટિશ જહાજનુંવૈજ્ઞાનિક મિશન : જહાજ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિક લૌરા ટેલરે જણાવ્યું હતું કે, અમે ભાગ્યશાળી છીએ કે A23a નેવિગેટ કરવાથી અમારા વિજ્ઞાન મિશન માટેના ચુસ્ત સમય પર કોઈ અસર થઈ નથી. આ વિશાળ હિમશીલાને જ્યાં સુધી નરી આંખે જોઈ શકાય ત્યાં સુધી વ્યક્તિગત રૂપે જોવું અદ્ભુત હતું. ટીમે આઇસબર્ગના રૂટની આસપાસ સમુદ્રની સપાટીના પાણીના નમૂના લીધા હતા. જેથી તે નક્કી કરવામાં મદદ મળી શકે કે તેની આસપાસ શું જીવન બની શકે છે. ઉપરાંત આ હિમશીલા અને તેના જેવી અન્ય હિમશીલા સમુદ્રમાં કાર્બનને કેવી રીતે અસર કરે છે.

વૈજ્ઞાનિક મિશનનો આશય :વૈજ્ઞાનિક લૌરા ટેલરે વધુમાં જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે આ વિશાળ હિમશીલા જે પાણીમાંથી પસાર થાય છે તેને પોષક તત્વો પ્રદાન કરી શકે છે. અન્યથા ઓછા ઉત્પાદક વિસ્તારોમાં સમૃદ્ધ ઇકોસિસ્ટમ બનાવી શકે છે. આપણે જે નથી જાણતા તે એ છે કે ચોક્કસ હિમશીલાનું કદ અને તેની ઉત્પત્તિ તે પ્રક્રિયામાં શું તફાવત લાવી શકે છે.

11 મિલિયન ડોલરનો પ્રોજેક્ટ : બ્રિટિશ જહાજ RRS સર ડેવિડ એટનબોરોગનું નામ બ્રિટીશ પ્રકૃતિવાદીના નામ પર છે. આ જહાજ 10 દિવસીય વિજ્ઞાન સફર પર છે. જે 9 મિલિયન પાઉન્ડ (11.3 મિલિયન ડોલર) પ્રોજેક્ટનો ભાગ છે. જેમાં કેવી રીતે એન્ટાર્કટિક ઇકોસિસ્ટમ અને દરિયાઈ બરફ કાર્બન અને પોષક તત્વોના વૈશ્વિક ચક્રને ચલાવે છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના તારણો આબોહવા પરિવર્તન દક્ષિણ મહાસાગર અને ત્યાં રહેતા જીવોને કેવી રીતે અસર કરી રહ્યા છે તે સમજવામાં સુધારો કરવામાં મદદ કરશે.

  1. ભારતીયો માટે મલેશિયાએ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી, હવે ભારતીયો 19 દેશોમાં વગર વિઝાએ ફરી શકશે
  2. ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રમાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું આવ્યું : ISRO

ABOUT THE AUTHOR

...view details