ગુજરાત

gujarat

ETV Bharat / international

દુનિયા માટે સુખદ સમાચાર: ઈઝરાયલે કોરોના વાયરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો

સમગ્ર વિશ્વ માટે મહામારી બની ચુકેલા કોરોના વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં કહેર વરસાવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોવલ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. આ મહામારીથી અનેક લોકોનાં જીવ ગયા છે તો અનેક લોકો આ વાયરસની ઝપટમાં આવી ગયા છે. આ ડરની વચ્ચે લોકો માટે કોરોના વાયરસને લઇને એક રાહત આપનારા સમાચાર આવી રહ્યા છે.

દુનિયા માટે આવ્યા સુખદ સમાચાર,ઇઝરાયલે કોરોના વાયરસની વેક્સીન બનાવવાનો કર્યો દાવો
દુનિયા માટે આવ્યા સુખદ સમાચાર,ઇઝરાયલે કોરોના વાયરસની વેક્સીન બનાવવાનો કર્યો દાવો

By

Published : Mar 12, 2020, 10:54 PM IST

નવી દિલ્હીઃ વિશ્વ માટે મહામારી બની ચૂકેલા કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોવલ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. આ મહામારીથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ડર વચ્ચે લોકો માટે કોરોના વાયરસને લઇને એક રાહત આપનારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસના દહેશત વચ્ચે એક દેશે દાવો કર્યો છે કે, તેણે કોરોના વાયરસ જેવા જીવલેણ બીમારીની વેક્સિન શોધી દીધી છે. ટૂંક સમયમાં આ વેક્સીનને તમામ સંક્રમિત દેશોમાં મોકલવામાં આવશે.

ઈઝરાયલના ઈન્સ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ ખતરનાક બીમારીનો તોડ શોધ્યો છે. ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસની રસી બનાવવામાં આવી છે. જેને જલદી સત્તાવાર માન્યતા મળી જશે. જ્યારે ઈઝરાયલના સંરક્ષણપ્રધાન નેફટાલી બેનિટે કહ્યું હતું કે, અમારા વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ઉપર શોધ કરીને વાયરસના નેચરને સમજ્યો છે. સાથે કોરોના વાયરસના જૈવિક તંત્ર અંગે અભ્યાસ કરીને તેની ઓળખ કરવામાં સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના પ્રતિરોધકને વિકસિત કરવામાં સમય લાગ્યો પરંતુ જલદી જ આના ઉપયોગથી સફળતા મળી શકે છે. તેમનું કહેવું છે કે સંસ્થામાં 50 અનુભવી વૈજ્ઞાનિક વાયરસની રસી બનાવવાનાં કાર્યમાં લાગ્યા છે.

તેમનું કહેવું છે કે, “કોરોના વાયરસ વેક્સિન શોધવા અથવા પરિક્ષણ કિટ શોધવા માટે વ્યવસ્થિત કાર્ય યોજના અનુસાર કરવામાં આવશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની વિકાસ પ્રક્રિયાને પરિક્ષણ અને પ્રયોગોની એક શૃંખલાની આવશ્યકતા હોય છે. જે રસીકરણને પ્રભાવિત અને સુરક્ષિત થવામાં મદદ કરે છે.

ABOUT THE AUTHOR

...view details