ગુજરાત

gujarat

ETV Bharat / international

કાસીમ સુલેમાનીની જાસૂસી કરનારાને મોતની સજા આપશે ઇરાન

તેહરાને મહમૂદ મૌસાવી મઝદ નામના વ્યક્તિને કાસિમ સુલેમાની ગુપ્ત માહિતી અમેરિકા અને ઇઝરાઇલને આપવા માટે દોષી ઠેરવ્યા છે. ન્યાયિક પ્રવક્તા ગુલામ હુસેન ઇસ્માઇલીએ દોષિત વિશે માહિતી આપી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન ડ્રોને બગદાદમાં સુલેમાની પર હુમલો કરી તેને મારી નાખ્યો હતો.

ઇરાન
ઇરાન

By

Published : Jun 9, 2020, 9:29 PM IST

તેહરાન: ઈરાને મંગળવારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાઇલને રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ જનરલ કાસિમ સુલેમાનીની ગુપ્ત માહિતી પ્રદાન કરવા બદલ દોષિત વ્યક્તિને મોતની સજા આપશે. નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એક અમેરિકન ડ્રોને બગદાદ પર હુમલો કરી સુલેમાનીની હત્યા કરી હતી.

ન્યાયિક પ્રવક્તા ગુલામ હુસેન ઇસ્માઇલીએ દોષિત વિશે બહુ ઓછી માહિતી આપી હતી. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેમનું નામ મહમૂદ મૌસાવી મઝદ છે.

ઇસ્માઇલીએ આરોપ લગાવ્યો કે, મઝદ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ અને ઇઝરાઇલી ગુપ્તચર એજન્સી મોસાદ સાથે સંકળાયેલો છે. જો કે, તેમણે આ સંદર્ભમાં કોઈ પૂરાવા રજૂ કર્યા નથી.

ઇરાને સુલેમાનીની હત્યાના બદલામાં ઇરાકના યુએસ સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઇલો ચલાવી હતી. એ જ રાત્રે રિવોલ્યુશનરી ગાર્ડએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેનને ગોળી મારી હતી, જેમાં 176 લોકો માર્યા ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details