ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈરાને સુલેમાની સાથે સંકળાયેલી માહિતી આપનારાને ફાંસીની સજા આપી

રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ કાસિમ સુલેમાની સાથે જોડાયેલી માહિતી આપનારા વ્યક્તિને ઈરાને મોતની સજા ફટકારી છે. જનરલ સુલેમાની અમેરિકન ડ્રોન એટેકમાં માર્યો ગયો હતો.

કાસિમ સુલેમાની
કાસિમ સુલેમાની

By

Published : Jul 20, 2020, 5:30 PM IST

તેહરાન: ઈરાને રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ કાસિમ સુલેમાની વિશે માહિતી આપનારા શખ્સને ફાંસીની સજા સંભળાવી છે. સુલેમાની અમેરિકન ડ્રોન એટેકમાં માર્યો ગયો હતો. સરકારી ટેલિવિઝન, સોમવારે વિગતવાર માહિતી આપ્યા વિના, જણાવ્યું હતું કે, દોષી મોહમ્મદ મુસવી મજદને ફાંસીની સજા આપવામાં આવી છે.દેશની ન્યાયતંત્રએ જૂનમાં કહ્યું હતું કે મજદ CIA અને ઇઝરાઇલની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે સંકળાયેલો છે અને તેણે ગાર્ડ સાથે તેના ઓપરેશન યુનિટ વિશેની માહિતી પણ શેર કરી હતી.

સુલેમાની આ વર્ષે જાન્યુઆરીમાં બગદાદમાં યુએસના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details