દુબઇ: દુબઇમાં ગુરૂ નાનક દરબાર ગુરૂદ્વારા 110 દિવસ બાદ શ્રદ્ધાળુઓ માટે ફરી વખત ખોલવામાં આવ્યા છે. UAEમાં પૂજા સ્થળોએ કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત મળ્યા બાદ અહીં સુરક્ષા નિયમો સાથે અને નિયત સમય માટે ગુરૂદ્વારા ખોલવામાં આવ્યા છે.
ગુરૂદ્વારાના પ્રમુખ સુરિંદર સિંઘ કંધારીએ જણાવ્યું હતું કે, દુબઇની કમ્યુનિટિ ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ શનિવારે ગુરૂદ્વારા ખોલવામાં આવ્યા હતા. સવારે અમે ગુરૂદ્વારાના દ્વાર ફરી ખોલ્યા, એ સુખદ અનુભુતિ હતી. લોકો શિસ્તનું પાલન કરે છે. તેમને સામાજિક અંતરના નિયમોનું પાલન કર્યું હતું, તેમજ ઘણો સહકાર આપ્યો હતો. લોકો ઘણા ખુશ હતા, અમે ગુરૂદ્વારામાં પ્રવેશ કરતા લોકોની આંખોમાં આંસુ જોઈ શક્યા હતા.