નવી દિલ્હી: વિશ્વ બેંકમાં શુક્રવારે કોરોના વાઈરસની મહામારીને ઘ્યાનમાં રાખીને ગરીબ કુટુંબોને સામાજિક સહાય કરવામાં ભારતને વિશ્વ બેંક એક અબજ ડોલરની સહાય કરશે. આ સહાય ભારતીય કોવિડ-19 સામાજિક સુરક્ષા પ્રતિક્રિયા કાર્યક્રમો માટે આપવામાં આવશે.
આ સાથે વિશ્વ બેંક કોવિડ-19 મહામારી સામે લડવા માટે ભારતને અત્યાર સુધીમાં કુલ બે અબજ ડોલર આપવાની તૈયારી દર્શાવી છે. ગત મહિનામાં ભારતના આરોગ્ય ક્ષેત્રની સહાયતા માટે એક અબજ અમેરિકન ડોલરની સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી.
ભારતમાં વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર જૂનૈદ અહમદને મીડિયા સાથે એક વેબિનારમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી સામેની લડત દરમિયાન લોકડાઉન અને સામાજિક પ્રવૃત્તિ લાગુ કરવા માટે વિશ્વભરની સરકારો દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
એક અબજ ડોલરના આ આર્થિક સહાય પેકેજમાં 55 કરોડ ડોલર વર્લ્ડ બેંક રિયાયતી લોન શાખા આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ(આઈડીએ) દ્વારા સંપાદિત કરવામાં આવે છે. જો કેે, 20 કરોડ ડોલર આંતરરાષ્ટ્રીય પુનર્નિર્માણ અને વિકાસ બેંક (આઈબીઆરડી) દ્વારા આપવામાં આવશે. બાકીના 25 કરોડ ડોલર 30 જૂન 2020 પછી આપવામાં આવશે.