બ્રિટન મીડિયા રિપોર્ટ અનુસાર, થેરીસા મેના રાજીનામા બાદ વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ પૂર્વ વિદેશ સચિવ બોરિસ જોનસનું નામ ચાલી રહ્યું છે. બ્રેક્ઝિટ મામલાનો જોનસન બ્રિટેનમાં ખાસ અભિયાન ચલાવે છે. તેમણે ગત અઠવાડિયે તેમણે પોતે વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોનસન બ્રેક્ઝિટના સમર્થનમાં છે. તેઓ આ બાબતે માને છે કે, તેઓને બ્રેક્ઝિટ અંગે કોઈનો ડર નથી. તેઓ યુરોપીય સંઘ સાથે કોઈ પણ શરત વગર બ્રિટેનને અલગ કરી શકશે.
ભારતનું ભાવિ નક્કી, કોણ બનશે બ્રિટનના વડાપ્રધાન ?
લંડનઃ ભારતમાં 2019 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં NDAને પૂર્ણ બહુમત મળતા નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનનાર છે. ત્યારે બીજી તરફ બ્રેક્ઝિટ મામલે બ્રિટનના વડાપ્રધાન થેરીસા મે દ્વારા પોતાના રાજીનામાની તારીખ જાહેર કરતા નવા વડાપ્રધાન કોણ ચૂંટાશે તેની પર સમગ્ર વિશ્વની નજર મંડરાઈ રહી છે.
જોનસનને કન્ઝર્વેટીવ પાર્ટીનું સમર્થન મળ્યું છે. જેથી તેમને વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. અગાઉ તે બ્રેક્ઝિટના વિરોધી હતા, પરંતુ બાદમાં તેને સમર્થન આપ્યું છે. આ તરફ પર્યાવરણ સચિવ માઈકલ ગોવ પણ વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. બ્રેક્ઝિટ બાબતે પોતાની રણનીતી માટે માઈકલ ગોવ જાણીતા છે. વર્ષ 2016માં માઈકલે જોનસનનો સાથ આપ્યો હતો. બાદમાં તેઓનો વિરોધ કર્યો હતો. અત્યાર સુધીમાં બ્રિટેનમાં અન્ય ઉમેદવારોમાં ગૃહસચિવ સાજીદ જાવીદ, સ્વાસ્થ્ય સચિવ મૈટ હૈંકોક, આંતરરાષ્ટ્રીય ડેવલોપમેન્ટના સચિવ રોરી સ્ટીવર્, રક્ષાસચિવ પેની મોરડોન્ટ તથા ટ્રેઝરીના મુખ્ય સચિવ જિલ ટ્રસ પણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતમાં થયેલી લોકસભાની ચૂંટણીના પરિણામોમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત થનાર છે. ત્યારે બ્રિટનમાં કોણ વડાપ્રધાન બનશે તે અંગે તમામ દેશોની નજર મંડરાઈ રહી છે.