બર્લિન: જર્મની દ્વારા સંરક્ષણ ખર્ચમાં વધારો નહીં કરવામાં આવતા ત્યાંથી અમેરિકન સૈનિકોને હટાવવાની ચેતવણીના એક વર્ષથી વધુ સમય બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કડક વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે. તેમની યોજના ત્યાં 25 ટકાથી વધુ અમેરિકન સૈનિકોને ઘડાડવાની છે.
જર્મનીમાં લગભગ 34,500 અમેરિકન સૈનિકો છે. જ્યારે રક્ષા વિભાગના નાગરિક કર્મચારીઓ સહિત આ સંખ્યા 50,000 સુધી પહોંચી ગઇ છે. ગત સપ્તાહે ટ્રમ્પે 25,000 સૈનિકો પરત બોલાવવાની યોજનાને મંજૂરી આપી હતી.
ટેક્સાસના રિપબ્લિકન મૈક થોર્નબેરીએ તેમના સાથીદારો સાથે ટ્રમ્પને સંયુક્ત પત્રમાં લખ્યું છે કે, રશિયા તરફથી ભય ઓછો નથી થયો અને તેમનું માનવું છે કે, આ પગલું નાટો પ્રત્યેની યુ.એસ.ની પ્રતિબદ્ધતાને કમજોર કરશે, જેનાથી રશિયા વધુ આક્રમક બનશે અને તે તકનો લાભ લેશે.
જો કે, બે અઠવાડિયા પહેલા જર્મનીમાં યુએસ રાજદૂત તરીકે રિચાર્ડ ગ્રેનેલે રાજીનામું આપ્યું હતું, તેણે જર્મન અખબારને કહ્યું હતું કે, "ટ્રમ્પ ખૂબ સ્પષ્ટ છે કે તે સૈન્યને પાછા લાવવા માંગે છે." જો કે, હજી તેની ઘોષણા કરવામાં આવી નથી.