- વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના સંબંધિત કર્યું રિસર્ચ
- WHOએ રેમડેસિવિર અને હાઈડ્રોક્સીક્લોરોક્વિન અંગે કર્યું રિસર્ચ
- આ બંને દવા કોરોનાના દર્દીને સાજા થવામાં નથી કરતી મદદઃ WHO
લંડનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization- WHO)એ હાલમાં જ એક સંશોધન કર્યું છે, જેમાં ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. WHOએ કરેલા સંશોધનમાં સામે આવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સારવારમાં રેમડેસિવિર (Ramdesivir) અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) કોઈ મદદ નથી કરતું. WHOની ટીમે નોર્વેની 23 હોસ્પિટલમાં દાખલ 181 દર્દીઓ પર રેમડેસિવિર અને એચસીક્યૂની અસરનું મૂલ્યાંકન કર્યું હતું.
આ પણ વાંચોઃDelta Plus Variant in Gujarat : ડેલ્ટા પ્લસ વેરિયન્ટના પગપેસારા સામે શું છે સરકારની તૈયારીઓ? જાણો....
ઓસ્લો યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધનકર્તાઓને નેતૃત્વમાં એક સંશોધન કર્યું
નોર્વે (Norway)માં ઓસ્લો યુનિવર્સિટી હોસ્પિટલ (Oslo University Hospital)ના સંશોધનકર્તાઓને નેતૃત્વમાં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, રેમડેસિવિર (Ramdesivir) અને એચસીક્યૂ (HCQ)ની સાથે એન્ટિવાઈરલ (Antiviral) અસરની અછત રોગીની ઉંમર, લક્ષણ સમયગાળો, વાઈરલ લોડની ડિગ્રી (degree of viral load) અને સાર્સ-કોવ 2 (SARS-CoV-2) સામે એન્ટિબોડી (Antibody)ની ઉપસ્થિતિ સિવાય પણ બની છે.
આ પણ વાંચોઃકોવિડ-19 મૃતકોના પરિવારને વળતર આપો: SCએ કર્યો કેન્દ્રને આદેશ
સંશોધનનું નિષ્કર્ષ એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસીનમાં પ્રકાશિત થયું
અભ્યાસ માટે ટીમે રેન્ડમ રીતે નોર્વેના 23 હોસ્પિટલમાં દાખલ 181 દર્દીઓ પર રેમડેસિવિર (Ramdesivir) અને એચસીક્યૂ (HCQ)ની અસરનું મૂલ્યાંકન કર્યું હતું. સંશોધનકર્તાઓએ હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન મૃત્યુદરમાં સારવાર સમૂહો વચ્ચે કોઈ મહત્ત્વપૂર્ણ અંતર ન જોવા મળ્યું. રેમડેસિવિર અને એસચીક્યૂ (HCQ)એ શ્વાસ લેવામાં તકલીફ કે બળતરાની ડિગ્રીને અસરગ્રસ્ત ન કરવામાં આવી. આનું નિષ્કર્ષ એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસીનમાં પ્રકાશિત થયું છે. પોતાના નિષ્કર્ષના આધાર પર સંશોધનકર્તા રેમડેસિવિર અને એચસીક્યૂ (HCQ)ની એન્ટિવાઈરલ ક્ષમતા પર સવાલ ઉઠાવે છે.