બકિંઘમ પેલેસ અનુસાર આ વર્ષે વંસત ઋતુમાં નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ હેરી અને મેગનના શાહી પરિવારનું સક્રિય સભ્યનો પદ પણ પૂર્ણ થઇ જશે.
બ્રિટનમાં શાહી પરિવારની વરિષ્ઠ સભ્યતા છોડશે પ્રિન્સ હેરી અને મેગન - પ્રિન્સ હેરી અને મેગન
લંડન: બ્રિટેનના બકિંઘમ પેલેસ જણાવ્યું કે, રાજકુમાર હેરી અને તેમની પત્ની મેગન શનિવારે થયેલા એક સમાધાન અનુસાર શાહી પરિવારની વરિષ્ઠ સભ્યતા છોડ્યા બાદ "રોયલ હાઇનેસ"અને સરકારી નાણાનો ઉપયોગ નહીં કરે.
શાહી પરિવારની વરિષ્ઠ સભ્યતા છોડશે પ્રિન્સ હેરી અને મેગન
તેઓ ડ્યીક ઓફ સસેક્સ હેરી અને ડચેસ ઓફ સસેક્સ મેગનના રૂપમાં ઓળખાસે. આ બન્ને "હિઝ રોયલ હાઇનેસ" અને "હર રોયલ હાઇનેસ"ની ઉપાધિનો ઉપયોગ નહીં કરી શકે. જો કે, હેરી રાજકુમાર અને બ્રિટિશ શાહી પદના છઠ્ઠા વારસદાર બની રહેશે.
રાજપ્રસાદે જણાવ્યું કે,દંપતિ વિન્ડસર કેસલ સ્થિત ઘરના રિનોવેશનમાં ખર્ચ થયેલા કરદાતાઓના 24 લાખ પાઉન્ડની રકમ આપશે. મહારાની એલિઝાબેથ દ્વિતીયના નિવેદનમાં તેમણે કહ્યું કે હેરી અને મેગન સાથે અર્ચી હંમેશા આમારા પરિવારના પ્રિય સભ્ય રહેશે.