વેટિંકન સિટી : પોપ ફ્રાંસિસ સદીઓ જૂની પરંપરાને તોડતા ઇસ્ટર નિમિતે રવિવારે થનારી પ્રાર્થના સભાની લાઇવ સ્ટ્રીમીંગ કરશે. જેથી દુનિયાના 1.3 અરબ કૈથોલિક ઇસાઇ કોરોના વાઇરસ સંક્રમણના કારણે લોકડાઉન વચ્ચે આ પવિત્ર દિવસને મનાવી શકે.
એક લાખ કરતા વધુ લોકોનો જીવ લેનારા આ કોરાનાના સંક્રમણના ડરથી સમાજમાં બદલાવ આવી રહ્યો છે અને ધાર્મિકતાનું પાલન કરવાની રીત ભાત પણ બદલાઇ રહી છે.
આ પહેલા, પોપે સેંટ પીટર્સ સ્કવૈયરથી પોતાના સેવાભાવીઓને સંદેશ આપવાના બદલામાં તેની લાઇબ્રેરીના કેમેરા સામે પ્રાર્થના કરી હતી.
પોપ ફ્રાંસિસે સેંટ પીટર્સ બાસીલિયામાં શનિવારે કહ્યું કે, ઇસ્ટરની આ તક અંધકારના સમયે આશાની કિરણ આપે છે.
ચાલુ દિવસોમાં જો જોવામાં આવે તો હજારો શ્રદ્ધાળુઓ પ્રાર્થના સભામાં એકઠા થાય છે. હાલમાં કોરોનાના કહેરને પગલે વેટિકની સીમાને સીલ કરી દેવામાં આવી છે.