દાવોસ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દાવોસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ભારતની મુલાકાત દરમિયાન પાકિસ્તાન જશે? જવાબમાં કહ્યું કે, અમે હવે મળી રહ્યા છીએ, તેથી અમારે ખરેખર આ કરવાનું રહેશે નહીં, પરંતુ હું બંને દેશોને નમસ્કાર કહેવા માંગુ છું. અમારા સંબંધો ખૂબ સારા છે.
દાવોસમાં ઇમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત આ દરમિયાન ઇમરાન ખાને કહ્યું કે, ભારત આ સમયે અમારા માટે એક મોટો મુદ્દો છે અને ફક્ત અમેરિકા જ આ મુદ્દાને હલ કરી શકે છે. 21થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઇએફ)ની બેઠકમાં ભાગ લેવા બંને દેશોના નેતાઓ સ્વિટ્ઝર્લલેન્ડના દાવોસમાં હાજર રહશે.
આ અગાઉ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયએ કહ્યું હતું કે, ઈમરાન 21-23 જાન્યુઆરી સુધી ડબ્લ્યુઇએફમાં જોડાવા માટે સ્વિટ્ઝર્લલેન્ડમાં રહેશે. આ કાર્યક્રમની બાજુમાં, તે વિશ્વના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન ઇમરાન વચ્ચેની બેઠકનો પણ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, જુલાઈ 2019માં ઇમરાનની વોશિંગ્ટન યાત્રા પછી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે આ ત્રીજી બેઠક હશે, આ પહેલા બંને નેતાઓ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પર મળ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તનાવ ચરમસીમાએ છે, આવી સ્થિતિમાં ઇમરાન ખાન ફરી એક વાર કાશ્મીર મુદ્દાને ઉઠાવીને અમેરિકાનો સહકાર માગવા માગે છે.