- અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) અને બ્રિટનના વડાપ્રધાને (Britain PM) વાતચીત કરી
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને (British Prime Minister Boris Johnson) કરી વાતચીત
- બંને નેતા આગામી સપ્તાહે જી-7 નેતાઓની સાથે વર્ચ્યૂઅલ બેઠક (Virtual Meeting) કરવા માટે સંમત થયા છે
વોશિંગ્ટનઃ તાલિબાને કાબૂલ પર કબજો કર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન (British Prime Minister Boris Johnson) સાથે વાતચીત કરી હતી. તાલિબાનના કબજા પછી બાઈડને કોઈ વિદેશી નેતા સાથે આ પહેલી વાતચીત હતી. તે દરમિયાન બંને નેતાઓએ નિરંતર સમન્વયની આવશ્યકતા પર વિચાર-વિમર્શ કર્યો હતો.
આ પણ વાંચો-અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા
બોરિસ જોન્સને અમેરિકાના કર્યા વખાણ
બંને નેતાઓએ સંયુક્ત રણનીતિ અને દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવા માટે આગામી સપ્તાહ જી-7 નેતાઓની સાથે એક વર્ચ્યૂઅલ બેઠક કરવાને લઈને સંમતિ દર્શાવી છે. વડાપ્રધાન બોરિસ જોન્સને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે વાત કરતા રાષ્ટ્રપતિ બાઈડનને પોતાના સૈનિકો અને તે અમેરિકી નાગરિકોની બહાદુરીની સરાહના કરી છે, જે કાબૂલમાં પોતાના નાગરિકો સિવાય અફઘાની નાગરિકોને કાઢવામાં કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો-વિજય બાદ તાલિબાની લડવૈયાઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ
બોરિસ જોન્સને 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા લાભને ન ગુમાવવા પર ભાર મૂક્યો
આ સાથે જ તેમણે અફઘાનિસ્તાન નીતિ પર સહયોગી અને લોકશાહી ભાગીદારો વચ્ચે સતત ઘનિષ્ઠ સમન્વયની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. તો બ્રિટનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બોરિસ જોન્સને બાઈડનની સાથે ફોન પર વાતચીત દરમિયાન છેલ્લા 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા લાભને ન ગુમાવવા પર ભાર મુક્યો હતો. આ સાથે જ વડાપ્રધાને ક્ષેત્રમાં માનવીય સહાયતા વધારવા અને શરણાર્થીઓના પુનર્વાસ સહિત યુકેની યોજનાઓની રૂપરેખા તૈયાર કરી હતી.