ગુજરાત

gujarat

ETV Bharat / international

મુંબઈ આવતા જેટ એરવેઝ વિમાનને એમ્સટર્ડમમાં કરાયું જપ્ત

ન્યૂઝ ડેસ્કઃ આર્થિક સંકટમાં ફસાયેલી ખાનગી એરલાઈન્સ કંપની જેટ એરવેઝની પરેશાની વધી છે. મુંબઈ માટે ઉડાન ભરે તે પહેલા જ કંપનીના એક વિમાનને નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ઉડાન ભરવાની તૈયારી પહેલા જ વિમાનને કેન્સલ કરી દેવાતાં સેંકડો યાત્રિકો હેરાન થઈ ગયા હતા.

ફાઈલ ફોટો

By

Published : Apr 11, 2019, 5:16 PM IST

સૈન ફ્રાન્સિસ્કોમાં રહેતી શ્રદ્ધાએ ટ્વીટ કરીને કહ્યું કે, “મારી બહેન એમ્સટર્ડમના સીપોલ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. કેમ કે, જેટ એરવેઝના વિમાન 9W231ને જપ્ત કરી લેવામાં આવ્યું છે. કૃપયા મદદ કરો, તે મુંબઈ કેવી રીતે પહોંચશે.”

યુરોપની એક કાર્ગો સેવા આપતી કંપનીને લેણી રકમ ચુકવાઈ નથી, જેથી કંપનીએ બોઈંગ વિમાનને એમ્સટર્ડમ એરપોર્ટ પર જપ્ત કરી લેધું છે. એરલાઈનના એક સુત્રના કહેવા પ્રમાણે આ વિમાન મુંબઈ જવાનું હતું, પરંતુ કાર્ગો એજન્ટે એરલાઈન તરફથી ચુકવવાની રકમ ચુકવી નથી, જેથી જેટ એરવેઝનું બોઈંગ 777-300 ઈઆર(વીટી- જેઈડબલ્યૂ) પોતાના કબજામાં લઈ લીધું હતું.

ભાડાપટ્ટા પર વિમાન આપનારી કંપનીઓને રકમ ચુકવાઈ ન હોવાથી જેટ એરવેઝે પોતાના 75 ટકાથી વધુ વિમાનો પાછા આપી દીધા છે. હાલ એરલાઈન ફકત 25 વિમાનો દ્વારા પરિચાલન કરી રહી છે. જે પહેલા 123 વિમાનો સાથે પરિચાલનમાં હતી.

આર્થિક સંકટને કારણે એરલાઈન પોતાના 16,000થી વધુ કર્મચારીઓને આંશિક વેતન ચુકવી શકી છે. કંપનીના પાયલોટોનો એક વર્ગે કંપનીના સત્તાવાળાઓને કાયદાકીય નોટિસ મોકલી છે. હાલ કંપનીના સત્તાવાળાઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ બેંકો સાથે ટાઈઅપ કરી રહી છે.

કંપનીએ ઉડાન રદ કરવાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે પરિચાલન સાથે સંકળાયેલા કારણોને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલું વિમાન મુંબઈથી એમ્સટર્ડમ ગયું હતું અને તે પાછુ આવવાનું હતું.

ABOUT THE AUTHOR

...view details