ગુજરાત

gujarat

ETV Bharat / international

આતંકવાદને રોકવા જર્મની મસ્જિદ પર ટેક્સ લગાવશે

નવી દિલ્હીઃ આંતકવાદ એ સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે જર્મનીએ આતંકવાદને રોકવા માટે ઇસ્લામિક સંસ્થાઓ પર મર્યાદા લગાવવાની તૈયારી શરૂ કરી છે. જેમાં આતંકવાદને રોકવા માટે મસ્જિદ ટેક્સ લાવવાની વિચારણા કરવામાં આવી છે. મસ્જિદ ટેક્સને કારણે ઇસ્લામિક સંસ્થાઓને વિદેશથી મદદ કે ફંડિગ પર લગામ મુકવામાં આવશે. કારણે કે જર્મનીની અમુક મસ્જિદો કટ્ટરપંથી અને ઇસ્લામિક ઉગ્રવાદી વિચારણા ફેલાવાના ગુનામાં ટાંચમાં આવી ગયા છે.

મસ્જિદ પર ટેક્સ લગાવશે

By

Published : May 13, 2019, 5:13 PM IST

Updated : May 13, 2019, 6:29 PM IST

જર્મની દેશમાં મસ્જિદ ટેક્સ લગાવવાની ચર્ચાએ જોર પક્ડ્યું છે. મસ્જિદ ટેક્સ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક સંસ્થાઓને વિદેશથી મળતી મદદ અટકાવવાનું છે. મીડિયા રીપોર્ટ અનુસાર, એક સવાલના જવાબમાં જર્મનીના સંઘીય સરકારના નિર્ણયને સંભવિત તરીકે જોઇ રહ્યા છે.

મસ્જિદ ટેક્સથી પરોક્ષ રીતે આંતકવાદને રોકવા તેમજ ઇસ્લામિક વિચારધારાના પ્રભાવથી બચવાનો એક ઉપાય છે. એક અનુમાનને આધારે જર્મનીમાં 50 લાખથી વધુ મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના તુર્કી અને અરબ દેશના છે. જ્યારે 'તુર્કી ઇસ્લામિક યૂનિયન ઓફ ધ ઇન્ટીટ્યુટ ફોર રિલીજીયન' જર્મનીમાં 900 મસ્જિદોનું સંચાલન કરે છે. જર્મનીના મસ્જિદોના મૌલાનાને પગાર આપવામાં આવે છે.

જર્મનીના 16 રાજ્યોએ આ નિર્ણય પર સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આમ ભૂતકાળમાં જર્મનીએ ચર્ચ ટેક્સ મુકવામાં આવ્યો હતો, જે હજુ સુધી વસુલવામાં આવે છે. આમ ફરીથી હવે મસ્જિદ ટેક્સ લગાવવા બાબતે જર્મની ફરી ચર્ચામાં આવ્યું છે, જ્યારે જર્મની ઉપરાંત અન્ય યુરોપના દેશોમાં ચર્ચ ટેક્સ લગાવવામાં આવ્યા છે.

Last Updated : May 13, 2019, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details