આ પહેલા તેઓ બજેટ પ્રધાન તરીકે જવાબદારી સંભાળતા હતાં. 44 વર્ષીય વિલ્મસનને કિંગ ફિલિપ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. આજે જ તેની ઔપચારિક જાહેરાત થાય તેવી શક્યતા છે.
સોફી વિલ્મસ બન્યા બેલ્જિયમના પહેલા મહિલા વડાંપ્રધાન - sofi vilms
બ્રસેલ્સ: દેશના નવા કાર્યકારી વડાંપ્રધાન તરીકે બજેટ પ્રધાન સોફી વિલ્મસની પસંદગી કરવામાં આવી છે. તેઓ દેશની પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યા છે. હાલના વડાંપ્રધાન ચાર્લ્સ મિશેલ દ્વારા તેની ઘોષણા કરવામાં આવી છે.
સોફી વિલ્મસ બન્યા બેલ્જિયમના પહેલા મહિલા વડાંપ્રધાન
મિશેલ 1 ડિસેમ્બરે યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કમાન સંભાળશે. તે માટે દેશમાં નવા વડાંપ્રધાન બનાવવાની જરૂર પડી છે.